________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(200) આ ઉપરથી એમ સમજવું કે:- નિમિત્ત (પરવસ્તુ) જીવને પરાધીન કરે છે, બગાડે છે અથવા સુધારે છે એવું પરતંત્રપણું માનવારૂપ મિથ્યાદષ્ટિપણું છોડી સ્વાશ્રયી સાચી દિષ્ટિ કરવી યોગ્ય છે. પ્ર. ૪૨૮-સાક્ષાત્ અને પરંપરા કારણ કોને કહે છે? ઉ. ઉપાદાનકારણને સાક્ષાત્ કારણ અને નિમિત્તને પરંપરા
કારણ કહેવામાં આવે છે. તેના દષ્ટાંત –
૧. “ એ ચારે લક્ષણ (-૧ દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન, ૨. તત્ત્વશ્રદ્ધાન, ૩. સ્વપરનું શ્રદ્ધાન અને ૪. આત્મશ્રદ્ધાન) મિથ્યાદષ્ટિને આભાસમાત્ર હોય છે તથા સમ્યગૃષ્ટિને સાચાં હોય છે. ત્યાં આભાસમાત્ર છે તે નિયમરહિતપણે સમ્યક્ત્વનાં પરંપરા કારણ છે તથા સાચાં છે તે નિયમરૂપ (સમ્યકત્વના) સાક્ષાત કારણ છે.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પાનું ૩૩ર.) ૨. મિથ્યાષ્ટિના રાગના અંશથી અનેક દોષોની પરંપરા થાય છે. મિથ્યાષ્ટિનો શુભ રાગ સર્વ અનર્થોની પરંપરાનું કારણ છે. (જાઓ, પંચાસ્તિકાય ગા. ૧૬૮ની શ્રી જયસેનાચાર્યકૃત ટીકા) 3. 'पारम्पर्येण तु आस्रवक्रियया नास्ति निर्वाणम्।
संसारगमनकारणमिति निन्द्यं आस्रवं जानीहि।। ५१।।
અર્થ - કર્મનો આસ્રવ કરનારી ક્રિયાથી પરંપરાએ પણ નિર્વાણ પ્રાપ્ત થઈ શકતું નથી; માટે સંસારમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com