Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 393
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૨) તે ઊંધા અભિપ્રાયને મહાન હિંસા કહેવામાં આવી છે અને તે જ મહાન પાપ છે. * અહો! હું તો જ્ઞાન છું, આખું જગત એમ ને એમ પોતપોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યું છે ને હું મારા જ્ઞાનતત્ત્વમાં બિરાજતું છું; તો પછી ક્યાં રાગ ને ક્યાં દ્વેષ? રાગ દ્વેષ ક્યાંય છે જ નહિ. હું તો બધાયને જાણનાર સર્વજ્ઞતાનો પિંડ છું, મારા જ્ઞાનતત્ત્વમાં રાગ-દ્વેષ છે જ નહિ.-આમ ધર્મી જાણે છે. * હે જીવ! જ્ઞાની તને તારો આત્મવૈભવ દેખાડે છે, પોતાના જ્ઞાનમાં જ સ્થિર રહીને એક સમયમાં ત્રણ કાળત્રણલોકને જાણે એવો જ્ઞાનવૈભવ તારામાં ભર્યો છે. જો તારી સર્વજ્ઞશક્તિનો વિશ્વાસ કરી તો ક્યાંય ફેરફાર કરવાની બુદ્ધિ ઊડી જાય. * વસ્તુની પર્યાયમાં જે સમયે જે કાર્ય થવાનું છે તે જ નિયમથી થાય છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં તે જ પ્રમાણે જણાયું છે;-આમ જે નથી માનતો અને નિમિત્તને લીધે તેમાં ફેરફાર થવાનું માને છે તેને વસ્તુના સ્વરૂપની કે સર્વજ્ઞતાની પ્રતીત નથી. * “સર્વજ્ઞતા કહેતાં જ બધા પદાર્થોનું ત્રણેકાળનું ક્રમબદ્ધ પરિણમન સિદ્ધ થઈ જાય છે. જો પદાર્થમાં ત્રણે કાળના પર્યાયો ચોક્કસ ક્રમબદ્ધ ન થતા હોય, ને આડાઅવળા થતા હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ ન થઈ શકે, માટે સર્વજ્ઞતા કબૂલ કરનારે એ બધું કબૂલ કરવું જ પડશે. * આત્મામાં સર્વશક્તિ છે તે “આત્મજ્ઞાનમયી ” છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415