Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 396
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૩૫) જ્ઞાયક છીએ, એક પરમાણુમાત્રને પર ફેરવવાનું કર્તૃત્વ અમે માનતા નથી. તણખલાના બે કટકા થાય તેને કરવાની અમારી કે કોઈ આત્માની તાકાત નથી પણ જાણવાની તાકાત છે,અને તે પણ એટલું જ જાણવાની તાકાત નથી પણ પરિપૂર્ણ જાણવાની તાકાત છે. * જે જીવ પોતાના જ્ઞાનની પૂર્ણ જાણવાની શક્તિને માને તથા તેનો જ આદર અને મહિમા કરે તે જીવ અધૂરી દશાને કે રાગને પોતાનું સ્વરૂપ ન માને તથા તેનો આદર અને મહિમા ન કરે, એટલે તેને જ્ઞાનના ઉઘાડનો અહંકાર ક્ય થી થાય? જ્યાં પૂર્ણ સ્વભાવનો આદર છે ત્યાં અલ્પ જ્ઞાનનો અહંકાર હોતો જ નથી. * જ્ઞાનસ્વભાવી આત્મા સંયોગ વિનાનો તેમજ પરમાં અટકવાના ભાવ વિનાનો છે. કોઈ બીજા વડે તેનું માન કે અપમાન નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ પોતે પોતાથી જ પરિપૂર્ણ અને સુખથી ભરપૂર છે. * સર્વજ્ઞતા એટલે એકલું જ્ઞાન.... પૂરેપૂરું જ્ઞાન. એવા જ્ઞાનથી ભરેલા આત્માની પ્રતીત કરવી તે ધર્મનો મૂળ પાયો છે. * મારામાં જ સર્વશપણે પરિણમવાની શક્તિ છે. તેનાથી જ મારું જ્ઞાન પરિણમે છે–એમ ન માનતાં શાસ્ત્ર વગેરે નિમિત્તને લીધે મારું જ્ઞાન પરિણમે છે એમ જેણે માન્યું તેણે સંયોગથી લાભ માન્યો, એટલે તેને સંયોગમાં સુખબુદ્ધિ છે; કેમકે, જે જેનાથી લાભ માને તેને તેમાં સુખબુદ્ધિ હોય જ. ચૈતન્યબિંબ સ્વતત્ત્વ સિવાય બીજાથી લાભ માનવો તે મિથ્થાબુદ્ધિ છે. *મારો આત્મા જ સર્વજ્ઞતા અને પરમ સુખથી ભરેલો Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415