Book Title: Jain Siddhanta Prashnottarmala 1
Author(s): Digambar Jain Swadhyay Mandir Trust Songadh
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 384
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૩) ઉ. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના ઉદયમાં જોડાવાથી જ કે સંયમભાવ થતો નથી. તો પણ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભના અભાવથી, શ્રાવકનું નિશ્ચયદેશચારિત્ર થાય છે. તેને જ દેશવિરત નામનું પાંચમું ગુણસ્થાન કહે છે. પાંચમા આદિ (ઉપરના) સર્વ ગુણસ્થાનોમાં પણ નિશ્ચયસમ્યગ્દર્શન અને તેનું અવિનાભાવી સમ્યજ્ઞાન અવશ્ય હોય છે; એના વિના પાંચમાં છઠ્ઠી આદિ ગુણસ્થાનો થતાં નથી. પ્ર. ૨૧૫-(૬) પ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. સંજ્વલન અને નોકષાયના તીવ્ર ઉદયમાં જોડાવાથી સંયમભાવ તથા મલજનક પ્રમાદ એ બન્ને એક સાથે થાય છે. (જો કે સંજ્વલન અને નોકષાયનો ઉદય ચારિત્રગુણના વિરોધમાં નિમિત્ત છે, તથાપિ પ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થવાથી પ્રાદુર્ભત સકલ સંયમ છે, તેથી આ ગુણસ્થાનવર્ધી મુનિને પ્રમત્તવિરત અર્થાત્ ચિત્રલાચરણી કહે છે. પ્ર. ૨૧૬-(૭) અપ્રમત્તવિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે ? ઉ. જીવના પુરુષાર્થથી સંજ્વલન અને નોકષાયનો મંદ ઉદય થાય છે અને ત્યારે પ્રમાદરહિત સંયમભાવ પ્રગટે છે, તે કારણથી આ ગુણસ્થાનવર્ધી મુનિને અપ્રમત્તવિરત કહે છે. પ્ર. ૨૧૭–અપ્રમત્તવિરત ગુણસ્થાનના કેટલા ભેદ છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415