________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
( ૧૦ )
પુણ્ય-પાપ બન્ને બંધ તત્ત્વ છે; તે આસ્રવ તથા બંધનું કારણ-પૂર્વે કહેલાં નિશ્ચય તેમ જ વ્યવહા૨ રત્નત્રયથી વિપરીત લક્ષણના ધારક એવાં-મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર એ ત્રણ છે, તેથી આસવ અને બંધ એ બે તત્ત્વો તૈય છે.
આ પ્રમાણે ય અને ઉપાદેય તત્ત્વોના નિરૂપણથી સાત તત્ત્વ અને નવ પદાર્થોનું પ્રયોજન સિદ્ધ થાય છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર પા. ૪૭૭)
પ્ર. ૮- મિથ્યાદષ્ટિ જીવ સાત તત્ત્વો સંબંધી કેવી રીતે ભૂલ કરે છે?
ઉ. ૧. જીવતત્ત્વ સંબંધી ભૂલ:
જીવ તો ત્રિકાલ જ્ઞાનસ્વરૂપ છે. તેને જીવ અજ્ઞાનવશ જાણતો નથી, અને જે શરીર છે તે હું જ છું, શરીરનું કાર્ય હું કરી શકું છું-એવું માને છે. શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ સંયોગોથી હું સુખી અને બાહ્ય પ્રતિકૂળ સંયોગોથી હું દુ:ખી; હું નિર્ધન, હું ધનવાન, હું બલવાન, હું નિર્બલ, હું મનુષ્ય, હું કુરૂપ, હું સુન્દર છું–એવું માને છે:
શરીરાશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં નિજત્વ
(પોતાપણું ) માને છે.
આવી રીતે અજ્ઞાની જીવ પરને સ્વસ્વરૂપ માનતાં પોતાના સ્વતત્ત્વનો (જીવતત્ત્વનો ) ઈન્કાર કરે છે, તેથી તે જીવતત્ત્વ સંબંધી ભૂલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com