________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૪) ૨. જે જૈનો પૂજા-વ્રત-દાનાદિ શુભ ક્રિયાથી ધર્મ માને તે જિનમતની બહાર છે, કારણકે ભાવપાહુડ ગા. ૮૪-૮૫ ના ભાવાર્થમાં કહ્યું છે કે:
શુભ ક્રિયારૂપ પુણ્યને ધર્મ માની જે તેનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ કરે તેને પુણ્યકર્મનો બંધ થાય છે. તેનાથી સ્વર્ગાદિના ભોગની પ્રાપ્તિ થાય છે, પણ તેનાથી કર્મના ક્ષયરૂપ સંવર-નિર્જરા-મોક્ષ થતો નથી....... મોહ ક્ષોભરહિત આત્માના પરિણામ તે જ ધર્મ છે. આ ધર્મ જ સંસારથી પાર ઉતારનાર મોક્ષનું કારણ છે. એમ શ્રી
ભગવાને કહ્યું છે.” ૩. “લૌકિકજન તથા અન્યમતી કોઈ કહે કે પૂજાદિક શુભક્રિયા
તથા વ્રતક્રિયા સહિત જે હોય તે જૈનધર્મ છે, પણ એમ નથી...... ઉપવાસ વ્રતાદિ જે શુભ ક્રિયા છે, જેમાં આત્માના રાગસહિત શુભપરિણામ છે, તેનાથી પુણ્યકર્મ નીપજે છે, તેથી તેને પુણ્ય કહે છે; અને તેનું ફળ સ્વર્ગાદિક ભોગની પ્રાપ્તિ છે... જે વિકાર રહિત શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ નિશ્ચય હોય તે આત્માનો ધર્મ છે, આ ધર્મથી આત્માને, આગામી કર્મોનો તો આસ્રવ રોકાઈ સંવર થાય છે અને પૂર્વે બાંધેલા કર્મની નિર્જરા થાય છે, સંપૂર્ણ નિર્જરા થતાં મોક્ષ થાય છે...”
(ભાવપાહુડ ગા. ૮૩નો ભાવાર્થ) ૪. જે કોઈ પરમાત્માની પૂજા-ભક્તિ આદિ શુભરાગથી
પોતાનું હિત થવું માને તથા પરમાત્માનું સ્વરૂપ અન્યથા માને તે મિથ્યામતાવલંબી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com