________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૨) અવસ્થાને પ્રાપ્ત થતા નથી. પણ બે પુગલ પરમાણુઓ ફરી ફરીને બંધ અવસ્થાને પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૮૮-કેરી (આમ્રફળ) નો વ્યંજનપર્યાય તેના ઉપરના
ભાગમાં હોય કે કેમ? તે કારણ આપી સમજાવો. ઉ. ના; કેમકે તે અનંત પરમાણુઓનો પિંડ છે અને તેના બધા
ભાગમાં તે તે પરમાણુઓનો વ્યંજનપર્યાય છે. (દરેક પરમાણુ દ્રવ્યનો વ્યંજનપર્યાય પણ જાદે જાદો અર્થાત
સ્વતંત્ર છે.). પ્ર. ૨૮૯-સ્વભાવવ્યંજનપર્યાય હોય તેને વિભાવઅર્થપર્યાય
હોય? હોય તો કારણ આપો. ઉ. ના; કેમકે જીવદ્રવ્યમાં મોક્ષદશા થયા વિના
સ્વભાવવ્યંજનપર્યાય પ્રગટ થતો નથી, માટે જેનો સ્વભાવ વ્યંજનપર્યાય હોય તેને વિભાવઅર્થપર્યાય હોઈ શકે નહિ. પુદગલદ્રવ્યમાં પણ સ્વભાવવ્યંજનપર્યાય હોય તે કાળે વિભાવઅર્થપર્યાય (સ્કંધરૂપ પર્યાય) ન હોય. પ્ર. ૨૯૦-ચાર પ્રકારના પર્યાયોમાંથી ત્રણ જાતના પર્યાય કોને
હોય ? ઉ. સંસારી સમ્યગ્દષ્ટિ જીવને ત્રણ જાતના પર્યાયો હોય છે,
કારણ કે – (૧) ક્ષાયિકસમ્યકત્વરૂપ સ્વભાવઅર્થપર્યાય કોઈને ચોથા
ગુણસ્થાનથી હોય છે; અને બારમા ગુણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com