________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૮૩) છે, કારણ કે દરેક સમયના ઉત્પાદ (કાર્ય) વખતે ઉચિત બહિરંગ સાધનોની (નિમિત્તોની) સંનિધિ (હાજરી-નિકટતા) હોય જ છે; તેનો આધાર એ છે કે –
જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના સદ્ભાવમાં અનેક પ્રકારની ઘણી અવસ્થાઓ કરે છે........
(શ્રી પ્રવચનસાર ગા. ૯૫ ની ટીકા.) ૨. અહીં આશય એટલો જ છે કે જ્યાં કાર્ય થાય ત્યાં
ઉચિત નિમિત્ત હોય જ છે, ન હોય એમ બનતું નથી. ૩. જગતમાં દરેક દ્રવ્યમાં પરિણમન સમયે સમયે થઈ જ રહ્યું છે અને કાર્યને અનુકૂળ નિમિત્ત પણ સદાય દરેક સમયે હોય છે, તો પછી “નિમિત્તને લીધે કાર્ય થયું, નિમિત્ત ન હોય તો કાર્ય ન થાય” વગેરે દલીલોને અવકાશ જ ક્યાં રહ્યો? કાર્યની ઉત્પત્તિ અને તેને ઉચિત નિમિત્તની ઉપસ્થિતિ વચ્ચે સૂક્ષ્મ દૃષ્ટિએ
સમયભેદ છે જ નહિ. ૪. નિમિત્તનું અસ્તિત્વ નૈમિત્તિક કાર્યને જાહેર કરે છે, નહિ
કે તે કાર્યની પરાધીનતા સૂચવે છે. ૫. ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે જ ઉચિત બહિરંગ સાધન
નિમિત્ત” નામ પામે છે, તે સિવાય તે નિમિત્ત કહેવાતું
નથી.
૬. નિમિત્ત પર હોવાથી તે ઉપાદાનમાં ભળીને કે દૂર રહીને
તેને મદદ, અસર, પ્રેરણા, આધાર કે પ્રભાવ આપી શકે
નહિ, કારણ કે તેનો ઉપાદાનમાં અત્યંત અભાવ છે. ૭. પ્રત્યેક સમયે દરેક દ્રવ્ય ત્રિસ્વભાવસ્પર્શી (એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com