________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૮). જેમ કે-કોઈ વજકાયવાન મનુષ્ય સાતમી નરકગતિ યોગ્ય મલિન ભાવ ધારણ કરે છે, તો વજકાય પર નરકના કારણપણાનો આરોપ આવે છે; તથા જો જીવ મોક્ષ યોગ્ય નિર્મલ ભાવ કરે છે તો તે નિમિત્ત પર મોક્ષકારણપણાનો આરોપ આવે છે. આવી રીતે ઉપાદાનના કાર્ય અનુસાર નિમિત્તમાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. આથી એવું સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે, તેથી ઉપાદાન સાચું કારણ છે અને નિમિત્ત આરોપિત કારણ છે.
ખરેખર તો, નિમિત્ત એમ પ્રસિદ્ધ કરે છે કે –નૈમિત્તિક સ્વતંત્ર પોતાના કારણથી પરિણમન કરી રહેલ છે, તો ઉપસ્થિત બીજી અનુકૂળ વસ્તુને નિમિત્ત કહેવાય છે. પ્ર. ૪૮૮- નિમિત્ત વિના કાર્ય થાય? ઉ. ૧ નિશ્ચયથી તો નિમિત્ત વિના જ સર્વત્ર સ્વયં ઉપાદાનની
યોગ્યતાથી જ કાર્ય થાય છે; તે કાળે ઉચિત નિમિત્ત હોય છે એ વ્યવહારકથન છે.
નિયમ એવો છે કે નિશ્ચયથી ઉપાદાન વિના કોઈ કાર્ય થતું નથી. કાર્ય તે પર્યાય છે અને નિશ્ચયથી તે પરથી (નિમિત્તથી) નિરપેક્ષ થાય છે. [ જુઓ, ૧-સમયસાર ગાવે ૩૦૮ થી ૧૧ તથા તેની સ0 ટીકા; ર-પંચાસ્તિકાય ગા. ૬ર સંવ ટીકા, ૩-બનારસીદાસના ઉપાદાન નિમિત્ત દોહા નવ ૪પ-૬, ૪-પ્રવચનસાર ગાઇ ૧OOની શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા, અ) ૨, ગા. ૮, પા. ૧૩૬: તથા પ્રવચનસાર ગા) ૧૬O તથા તેની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકા]
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com