________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૨૬)
વિચ્છેદ કદી થતો નથી. તેથી જ્ઞાન એ ગુણ છે; પણ કોઇક વાર તે મતિજ્ઞાનરૂપ થાય છે અને કોઇકવાર અન્યરૂપ થાય છે, માટે મતિજ્ઞાન આદિ તેના પર્યાયો છે. દ્રવ્ય સદાય ગુણપર્યાયોરૂપ રહે છે, તેથી તેને ગુણ-પર્યાયવાળું કહ્યું છે.
આ પ્રકારે જો કે દ્રવ્ય, ગુણ-પર્યાયવાળું યા ગુણ અને પર્યાયોના સમુદાયમાત્ર પ્રાપ્ત થાય છે, તોપણ કેટલાક આચાર્યો ગુણના સમુદાયને દ્રવ્ય કહે છે. આ લક્ષણમાં વિવિધ અવસ્થાઓની અવિવક્ષા કરીને ( ગૌણ કરીને ) આ કથન કરવામાં આવ્યું છે, તેથી તેને પૂર્વોક્ત લક્ષણનું વિરોધી નહિ માનતા તેનું પૂરક જ માનવું જોઈએ.
તથાપિ ગુણ-પર્યાયવાળું અથવા ગુણવાળું દ્રવ્ય છે–એમ કથન કરવાથી ગુણ અને પર્યાય ભિન્ન પ્રતીત થાય છે. અને દ્રવ્ય ભિન્ન પ્રતીત થાય છે; તેથી આ દોષના નિવારણ માટે કેટલાક આચાર્યો દ્રવ્યનું લક્ષણ સમગુણપર્યાય કહે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે દેશ, દેશાંશ તથા ગુણ અને ગુણાંશ-એ પૃથક્ પૃથક્ નહિ હોતાં પરસ્પરમાં (એકમેક) મળેલાં છે. એમાંથી કોઈને પણ જાદું કરવું શકય નથી; જેમ થડ, ડાળી આદિ રૂપ વૃક્ષ હોય છે તેમજ દેશ, દેશાંશ, ગુણ અને ગુણાંશમય દ્રવ્ય છે.... પર્યાયાર્થિનયની અપેક્ષાએ ગુણ, ગુણાંશ વગેરે જુદાં-જુદાં કહેવામાં આવે છે, પણ દ્રવ્યાર્થિનયની અપેક્ષાએ એક અખંડ દ્રવ્ય જ છે...”
[ પંચાધ્યાયી-પ્ર. અ.-ગા. ૭૨ થી ગાથા. ૭૪ સુધીના વિશેષાર્થમાંથી- પં. ફૂલચંદજી સંપાદિત હિંદી આવૃત્તિ ઉપરથી ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com