________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૨)
(૫) અગુરુલઘુત્વ ગુણ પ્ર. ૧૨૦-અગુરુલઘુત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાઃ
(૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થાય, (૨) એક ગુણ બીજા ગુણરૂપ ન થાય, (૩) દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને અલગ અલગ
થઈ ન જાય, તે શક્તિને અનુલઘુત્વ ગુણ કહે છે. પ્ર. ૧૨૧-જીવ દ્રવ્યમાં અગુરુલઘુત્વ ગુણના કારણે તેનાં દ્રવ્ય
ક્ષેત્ર-કાલ-ભાવની મર્યાદા બતાવો. ઉ. (૧) અનંતગુણોના પિંડરૂપ જીવનું સ્વદ્રવ્યપણે કાયમ રહે
છે અને તે શરીરાદિરૂપ કદી થતું નથી. (૨) જીવનું અસંખ્યાત પ્રદેશી સ્વક્ષેત્ર કદી પરરૂપ ન થાય,
પરમાં ભળી ન જાય અને બે જીવનું સ્વક્ષેત્ર પણ
કદી એક ન થાય. (૩) જીવના એક ગુણનો પર્યાય તે અન્ય ગુણના
પર્યાયરૂપ ન થાય (બીજાનું કંઈ કરે, બીજાથી
ઊપજે બદલે એમ ન થાય). (૪) ભાવ એટલે ગુણ; જેટલા જે રૂપે છે તેટલા તે રૂપે
સત્ રહે, વિખરાય નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com