________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૪૩)
પ્ર. ૧૨૨-જીવ દ્રવ્યની ઉપર પ્રમાણેની મર્યાદા સમજવાથી શો લાભ ?
ઉ. (૧) છયે દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયોની સ્વતંત્રતા જાણતાં પોતાનું ભલું-બૂરું પોતાથી પોતામાં જ થાય છે એવું યથાર્થ જ્ઞાન થાય છે.
(૨) કોઈ પણ દ્રવ્યકર્મ અથવા કોઈ પરનાં દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવ આ જીવને લાભ કે નુકશાન કરી શકે નહિ એવો નિર્ણય થાય;
(૩) હું સ્વતંત્ર જ્ઞાન-આનંદ સ્વભાવી પદાર્થ છું અને જગતના સમસ્ત પદાર્થ મારાથી ત્રિકાળ ભિન્ન છેએવી ભેદજ્ઞાનરૂપ જ્યોતિનો ઉદય થાય. તે જ સમ્યગ્નાન-દર્શનરૂપ ધર્મ છે.
પ્ર. ૧૨૩-બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ અનુસાર પર્યાય બદલાય છે એમ માનવામાં શો દોષ?
ઉ. બે દ્રવ્યોને જુદાં-જુદાં સ્વતંત્ર ન માન્યાં અને દ્રવ્યમાં અગુરુલઘુત્વ- ગુણ ન માન્યો. આથી દ્રવ્યનો પણ નાશ થાય વગેરે દોષો આવે છે.
પ્ર. ૧૨૪-છયે દ્રવ્યો તથા તેમના ગુણ-પર્યાયની સ્વતંત્રતાની મર્યાદા કયા ગુણથી છે?
ઉ. અગુરુલઘુત્વ ગુણથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com