________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(પર) કોઈ અજાણું (ગુપ્ત) રહી શકે નહિ, તેથી કોઈ એમ માને કે આપણે અલ્પજ્ઞને નવ તત્ત્વો શાં? આત્મા શું? ધર્મ શું?–એ ન જણાય; તો તેની તે માન્યતા ખોટી છે; કેમ કે જો યથાર્થ સમજવાનો પુરુષાર્થ કરે તો સત્ય અને અસત્યનું સ્વરૂપ (સમ્યમ્ મતિશ્રુતજ્ઞાનનો વિષય હોવાથી) તેના જ્ઞાનમાં અવશ્ય
જણાય-એમ પ્રમેયત્વ ગુણ બતાવે છે. (૫) દરેક દ્રવ્યની દ્રવ્યતા કાયમ વ્યવસ્થિત રહે છે, તેથી
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ; પર્યાય દ્વારા પણ કોઈ બીજા ઉપર અસર, પ્રભાવ, પ્રેરણા, લાભ-નુકસાનાદિ કાંઈ કરી શકે નહિ.
દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પર્યાયવડ પોતાનામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતામાં વ્યવસ્થિત નિયત મર્યાદાવાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી, એમ અગુરુલઘુત્વ ગુણ બતાવે છે. (૬) કોઈ વસ્તુ પોતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હોય
નહિ; અને આકાર નાનો-મોટો હોય તે લાભનુકસાનનું કારણ નથી, છતાં દરેક દ્રવ્યને સ્વઅવગાહનારૂપ પોતાનો સ્વતંત્ર આકાર અવશ્ય હોય છે, એમ પ્રદેશત્વ ગુણ બતાવે છે.
આમ છએ સામાન્ય ગુણો દરેક દ્રવ્યની સ્વતંત્ર વ્યવસ્થા બતાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com