________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૩)
વિશેષ ગુણો પ્ર. ૧૪૭-પ્રત્યેક દ્રવ્યમાં કયા કયા વિશેષ ગુણો છે? ઉ. (૧) જીવ દ્રવ્યમાં ચૈતન્ય (દર્શન-જ્ઞાન), શ્રદ્ધા
(સમ્યકત્વ), ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ,
વૈભાવિક શક્તિ વગેરે. (૨) પુદ્ગલ દ્રવ્યમાં-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી
શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે. (૩) ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે. (૪) અધર્માસ્તિકાય દ્રવ્યમાં સ્થિતિહેતુત્વ વગેરે. (૫) આકાશ દ્રવ્યમાં-અવગાહન હેતુત્વ વગેરે.
(૬) કાળ દ્રવ્યમાં-પરિણમન હેતુત્વ વગેરે. પ્ર. ૧૪૮-ચેતન, ચૈતન્ય અને ચેતના કોને કહે છે? ઉ. (૧) જીવ દ્રવ્યને ચેતન કહે છે. (૨) ચૈતન્ય તે ચેતન દ્રવ્યનો ગુણ છે. તેમાં દર્શન અને
જ્ઞાન-એ બન્ને ગુણોનો સમાવેશ થઈ જાય છે. (૩) ચૈતન્ય ગુણના પર્યાયને ચેતના કહેવામાં આવે છે.
(૪) ચૈતન્ય ગુણને પણ ચેતનાગુણ કહેવામાં આવે છે. પ્ર. ૧૪૯-ચેતના કોને કહે છે? ઉ. જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. પ્ર. ૧૫૦-ચેતનાના કેટલા ભેદ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com