________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૯) ઉ. જેમ ગોળમાં ગળપણ, રંગ વગેરે એકમેકપણે રહે છે તેમ
દ્રવ્યમાં ગુણો એકમેકપણે રહે છે. પ્ર. ૭૦-ગુણની વ્યાખ્યામાંથી ક્ષેત્રવાચક અને કાળવાચક શબ્દો
બતાવો. ઉ. “પૂરા ભાગમાં એ ક્ષેત્ર બતાવે છે; “સર્વ હાલતોમાં' એ
કાળ બતાવે છે. પ્ર. ૭૧-“પૂરા ભાગમાં –એ કથનથી શું સમજ્યા? ઉ. જેટલું દ્રવ્યનું ક્ષેત્ર તેટલું જ ગુણોનું ક્ષેત્ર હોય છે; કોઈનું
ઓછુવતું ક્ષેત્ર કદી હોતું નથી. પ્ર. ૭ર- “સર્વ હાલતો –એટલે શું? ઉ. દ્રવ્યની અનાદિ-અનંત ત્રણે કાલની અવસ્થાઓ. પ્ર. ૭૩-દ્રવ્ય પહેલું કે ગુણો પહેલા? ઉ. બને અનાદિ-અનંત હોવાથી પહેલું પછી કોઈ નથી. પ્ર. ૭૪-સંખ્યા અપેક્ષાએ દ્રવ્ય, ગુણ, પર્યાય સરખાવો. ઉ. દ્રવ્ય એક અને તેના ગુણ તથા પર્યાય અનેક. પ્ર. ૭૫-ગુણની વ્યાખ્યામાંથી “દ્રવ્યના પૂરા ભાગમાં”—એ
શબ્દો કાઢી નાંખવાથી શો દોષ આવે? ઉ. ક્ષેત્ર અપેક્ષાએ ગુણો દ્રવ્યના પૂરા ભાગમાં વ્યાપક છે.
વ્યાખ્યામાંથી “પૂરા ભાગમાં” –એ શબ્દો કાઢી નાંખતાં નીચેના દોષો આવે:
(૧) ગુણ દ્રવ્યના અધૂરા ભાગમાં રહેવાથી બાકીના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com