________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧) નહિ એમ “ઉત્પાદ' થી બતાવ્યું. પોતાના પર્યાયની નાસ્તિઅભાવ પણ પોતાથી જ થાય છે, પરથી થાય નહિ. “ દરેક દ્રવ્યનો ઉત્પાદ અને વ્યય સ્વતંત્ર તે તે દ્રવ્યથી છે.”—એમ જણાવી દ્રવ્ય, ગુણ તથા પર્યાયની સ્વતંત્રતા જાહેર કરી–પરનું અસહાયકપણું જણાવ્યું.”
(ગુ મો. શાસ્ત્ર-અ. ૫. સૂ. ૩૦ ની ટીકા) ૮. “ધર્મ (શુદ્ધતા) આત્મામાં દ્રવ્યરૂપે ત્રિકાળ ભરપૂર છે; અનાદિથી જીવને પર્યાયરૂપે ધર્મ પ્રગટ થયો નથી, પણ જીવ જ્યારે પર્યાયમાં ધર્મ વ્યક્ત કરે ત્યારે તે વ્યક્ત થાય છે. એમ ઉત્પાદ' શબ્દ વાપરી બતાવ્યું અને તે જ વખતે વિકારનો વ્યય થાય છે-એમ “વ્યય” શબ્દ વાપરી બતાવ્યું. એ અવિકારી ભાવ પ્રગટ થવાનો અને વિકારી ભાવ જવાનો લાભ ત્રિકાળ ટકનાર એવા ધ્રુવ દ્રવ્યને પ્રાપ્ત થાય છે એમ “ધ્રૌવ્ય' શબ્દ છેલ્લો મૂકી બતાવ્યું.”
(ગુ. મા. શાસ્ત્ર-અ. ૫, સૂ. ૩૦ની ટીકા) પ્ર. ૬ર-સત, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ ત્રયાત્મક છે. એ કથનમાં
આધ્યાત્મિક રહસ્ય શું રહેલું છે? ઉ. “દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ ત્રિસ્વભાવને સ્પર્શે છે; તે જ વખતે નિમિત્તો હોવા છતાં, દ્રવ્ય તેમને સ્પર્શતું નથી. સમ્યગ્દર્શન થયું ત્યાં, તે સમ્યગ્દર્શનના ઉત્પાદન, મિથ્યાત્વના વ્યયને અને શ્રદ્ધાપણે પોતાની ધ્રુવતાને આત્મા સ્પર્શે છે. પણ સમ્યકત્વનાં નિમિત્તભૂત એવાં દેવ, ગુરુ કે શાસ્ત્રને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com