________________
૧૩
સંયમ અભ્યાસથી સિદ્ધ થાય છે] ગયા? ક્રોડ રૂપિયા સે લાખથી બને છે, લાખ રૂપિયા સે હજારથી બને છે, હજાર રૂપિયા સો દશથી બને છે અને દશ રૂપિયા એક એક કરતાં એકઠા થાય છે, એટલે મેટી. વસ્તુ નાનીમાંથી જ બને છે, એ નિશ્ચિત છે.
જેણે બેંકની મુલાકત લીધી હશે, તે જાણતા જ હશે. કે ત્યાં સેવિંગ ખાતું ચાલે છે. આ ખાતામાં સામટી રકમ ભરાતી નથી. રૂપિયે, બે રૂપિયા, પાંચ રૂપિયા એમ નાની નાની રકમે ભરાય છે, પણ એથી બેંકને લાખ રૂપિયા મળી જાય છે અને ખાતું ચલાવનાર પાસે થોડા વર્ષમાં બે-પાંચ હજારની મૂડી થઈ જાય છે. જે એ માણસોએ રૂપિયામાં શું ?” “બે રૂપિયામાં શું” “પાંચ રૂપિયામાં શું?”
એ વિચાર કરીને તેને ખચી નાખ્યા હતા તે આજે તેમની પાસે કંઈ મૂડી ન હેત અને કઈ માંદગીને પ્રસંગ આ હેત કે વિવાહવાજનનું ટાણું આવ્યું હોત તે તેઓ મદદ માટે જ્યાં ત્યાં ફાંફાં મારતાં હેત. એટલે નાનામાંથી મેટું થાય છે, એમાં કેઈએ શંકા રાખવી નહિ. , દરિયે જોઈ ઘણા માણસે આશ્ચર્ય અનુભવે છે કે તેમાં આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? પણ જાણનારાઓ જાણે છે કે સંખ્યાબંધ નદીઓ તેમાં પ્રતિક્ષણે પિતાનું જળ ઠલવી રહી છે, તેથી જ તેમાં પાણુને આટલો મટે જથ્થો ભેગે થયે છે. નદીઓને એ જળ એક સામટું કે એક જગાએથી મળ્યું નથી. જેણે કઈ પણ નદીનું મૂળ કે ઉદ્દગમસ્થાન જોયું હશે, તે જરૂર જાણી શક્યા હશે કે નદીની શરૂઆત એક નાનાં ઝરણ રૂપે હોય છે. પછી