________________
લીધેલા નિયમો અવશ્ય પાળવા જોઈએ ]
૨૯ વામાં આવે તો કાલક્રમે તેમાં ભાવ દાખલ થાય છે અને તેનું દ્રવ્યસ્વરૂપ ભાવસ્વરૂપમાં પરિણમે છે, એટલે કેઈન કહેવાથી કે શરમાશરમીથી નિયમ ન લેવા એમ • કહેવું ઉચિત નથી. ગોળ અંધારે ખવાય તે પણ ગળે લાગે છે, તેમ સારા નિયમે સમજ્યા વિના લેવાય તે પણ ફાયદે જ કરે છે. *
નિયમે શા માટે યોજાયેલા છે ?” અથવા “નિયમ. શા માટે ગ્રહણ કરવા જોઈએ?” તેનું રહસ્ય સમજાવવા માટે આટલું વિવેચન પૂરતું છે. હવે આપણે નિયમપાલન અંગે કેટલીક વિચારણા કરીએ. ૮–લીધેલા નિયમો અવશ્ય પાળવા જોઈએ.
જૈન મહર્ષિએ કહે છે કે નાને અથવા માટે જે કોઈ નિયમ લેવામાં આવ્યું હોય તેનું યથાર્થ પાલન કરવાથી મનની મક્કમતા કેળવાય છે, ત્યાગની તાલીમ મળે છે, ચારિત્રગુણની ધારણ થાય છે, આમ્રવને નિરાધ . થાય છે, ઉપશમ ગુણની પ્રાપ્તિ થાય છે, માટે લીધેલા નિયમ કઈ પણ ભોગે અવશ્ય પાળવા જોઈએ.
મનની મક્કમતા કેળવવા માટે એટલે ઈચ્છાશક્તિ કે સંકલ્પશક્તિ (will power) વધારવા માટે કેટલાક માણસે ત્રાટક કરે છે અને બીજી પણ નાની મોટી અનેક ક્રિયાઓને આશ્રય લે છે, તેમને અમારે એટલું જ સૂચ. વવાનું છે કે આ બધાં સાધનો કરતાં નિયમનું સાધન ઘણું ઉચ્ચ કોટિનું છે, એટલે તેને આશ્રય લઈને જુઓ કેઃ