________________
પર
[ નિયમે શા માટે? છાયા પરથી મપાતું હતું. જ્યારે દેઢ પ્રહર સુધી આવું પ્રત્યાખ્યાન હોય છે, ત્યારે તેને સાપરિસી કહેવામાં આવે છે. (૩) પુરિમાઈ–અપાઈ (પુરિમઢ–અવઢ). જે પ્રત્યાખ્યાનમાં સૂર્યોદયથી બે પ્રહર સુધી એટલે દિવસના પૂર્વાર્ધ સુધી ચારે આહારનું પ્રત્યાખ્યાન હોય છે, તે પરિમા–પુરિમડૂઢ કહેવાય છે અને સૂર્યોદયથી ત્રીજા પ્રહર સુધી એટલે અપાઈ સુધી ચારે પ્રકારના આહારને ત્યાગ હોય છે તેને અપાઈ કે અવ કહેવાય છે. (૪) એકાશન (એગાસણ). જેમાં સૂર્યોદયથી એક પ્રહર કે બે પ્રહર પછી માત્ર એક જ વાર અશન–ભજન કરી શકાય તેને એકાશન કે એગાસણ કહેવાય છે. તેમાં બને તેટલે વિગઈને ત્યાગ કરે જરૂરી છે. હાલમાં તેને માટે એકાસણું શબ્દ પ્રચલિત છે. જેમાં ઉપરની રીતે બે જ વાર અશન–ભજન કરી શકાય, તેને બિયાસણ એટલે બેસણું કહેવામાં આવે છે. (૫) એકલસ્થાન (એગલઠાણ). આ પ્રત્યાખ્યાન પણ ઉપરના જેવું જ છે, પણ તેમાં “આઉંટણપસાર
છું” એ આગાર હેત નથી, એટલે તેમાં શરીરનાં અંગેપાંગને સંકેચ-વિસ્તાર થઈ શકતું નથી. (૬) આચામાન્સ (આયંબિલ). આ પ્રત્યાખ્યાન બીજી બધી રીતે એકાસણાં જેવું છે, પણ તેમાં છયે વિકૃતિ, ફળ, શાક, મરચું, ખટાશ વગેરે મસાલાને ત્યાગ ફરજિયાત છે. શ્રી નવપદજીની ચિત્ર તથા આસો માસની ઓળીમાં આ તપને વિશિષ્ટ વિધિપૂર્વક આશ્રય લેવામાં આવે છે. તેને વધારે વિકાસ વર્ધમાન આયંબિલ તપની ઓળી દ્વારા થાય છે. (૭) ઉપ