________________
પ્રત્યાખ્યાનના પ્રકારો ]
પા
જેટલા વખતનુ' પ્રત્યાખ્યાન થાય તેટલા વખતનું પ્રત્યા કરી લેવું એ દૃષ્ટિએ આ સાંકેતિક પ્રત્યાખ્યાનની ચેાજના છે. કાઈને એમ લાગતું હશે કે આમાં શું? પણ આ પ્રત્યાખ્યાનામાં પણ કાઇ વાર ઘણી આકરી કસેાટી થાય છે. દાખલા તરીકે ચંદ્રાવતસ રાજાએ એવા અભિગ્રહ લીધે હતા—એવુ' પ્રત્યાખ્યાન કર્યું હતું કે જ્યાં સુધી દીવા અળે ત્યાં સુધી કાયાસ–કાઉસ્સગ્ગ ન પારુ'. હવે દીવા અળી રહેવા આવ્યા, ત્યારે દાસીએ ધાર્યું કે અંધારું' થશે તા રાજા અપ્રસન્ન થશે, તેથી તેણે દીવામાં તેલ પૂ. એ રીતે કરી પણ જ્યારે દીવામાં તેલ ખૂટવા આવ્યું, ત્યારે ફરીથી પૂર્યુ. તેથી રાજા આખી રાત્રિ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા અને સવાર થયું. ત્યારે કાઉસ્સગ્ગ પાર્ટીં-પૂ કર્યાં. પરંતુ તે વખતે તેમના બંને પગે લેાહીથી ભરાઈ ગયા હતા, એટલે તે નીચે ઢળી પડવા અને કાલધર્મ પામ્યા, પ્રત્યાખ્યાનની આવી દૃઢતાથી તે દેવ થયા.
(૧૦) અલ્ટ્રાપ્રત્યાખ્યાન—સમયમર્યાદાવાળું પ્રત્યાખ્યાન. આ પ્રત્યાખ્યાનને કાલિક પ્રત્યાખ્યાન પણ કહેવામાં આવે છે. તેના દસ પ્રકારો છે: (૧) નમસ્કારસહિત (નમુકકારસહિય). આ પ્રત્યાખ્યાનને નવકારશી કહેવામાં આવે છે. તેમાં સૂર્યોદયથી એ ઘડી સુધી ચારે પ્રકારના આહારના ત્યાગ હેાય છે. (ર) પૌરુષી (પારસી). આ પ્રત્યાખ્યા નમાં સૂર્યોક્રયથી એક પ્રહર સુધી ચારે પ્રકારના આહારના ત્યાગ હાય છે. પ્રહર જેટલા સમયને શાસ્રીય પરિભાષામાં પૌરુષી કહેવામાં આવે છે, કારણ કે એટલા સમય પુરુષની