________________
૪૮
[ નિયમો શા માટે? गुणधारणरूवेणं, पच्चक्खाणेण तवइआरस्स । विरियायारस्स, पुणो सव्वेहिं वि कीरए सोही ॥
ગુણધારણરૂપ પ્રત્યાખ્યાન વડે તપના આચારની તેમજ વીર્યાચારની સર્વ પ્રકારે શુદ્ધિ થાય છે.” ૧૧-પ્રત્યાખ્યાનના પ્રકારે
પ્રત્યાખ્યાનના મુખ્ય પ્રકારે બે છેઃ એક મૂલગુણ– પ્રત્યાખ્યાન અને બીજું ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. અર્થાત્ એક મૂલગુણસંબંધી પ્રત્યાખ્યાન કરાય છે અને બીજું ઉત્તરગુણ સંબંધી પ્રત્યાખ્યાન કરાય છે.
મૂલગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકારે છેઃ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. અર્થાત મૂલગુણનું પ્રત્યાખ્યાન બે પ્રકારે કરાય છેઃ એક સર્વથી અને બીજું દેશથી.
તેમાં સર્વથી મૂલગુણનું પ્રત્યાખ્યાન કરતાં પ્રાણાતિપાત-વિરમણવ્રત વગેરે સાધુનાં પાંચ મહાવ્રતે ઉચ્ચારવામાં આવે છે અને દેશથી મૂલગુણનું પ્રત્યાખ્યાન કરતાં સ્કૂલ પ્રાણાતિપાત-વિરમણ–વ્રત વગેરે શ્રાવકનાં પાંચ અણુવ્રતે ઉચ્ચરવામાં આવે છે.
ઉત્તરગુણ પ્રત્યાખ્યાનના બે પ્રકારો છેઃ સર્વ ઉત્તરગુણપ્રત્યાખ્યાન અને દેશઉત્તરગુણપ્રત્યાખ્યાન. અર્થાત ઉત્તરગુણનું પ્રત્યાખ્યાન પણ બે પ્રકારે કરાય છે. એક સર્વથી અને બીજુ દેશથી.