________________
સુદર્શન શેઠની કથા ]
પરંતુ સુદર્શન ધમકીથી ડરી જાય એ કાયર ન હતે, મુશ્કેલીઓની આગળ મસ્તક નમાવી દે એ મુફલિસ ન હતે. ઘેર સંકટ સમયે પણ ધૈર્ય ધરવું એ મહર્ષિ ઓની શિક્ષા તેણે પિતાનાં હદયમાં બરાબર ઉતારી હતી. એટલે તેને આ ધમકીએ કંઈ પણ અસર કરી નહિ. હવે અભયાને માટે એક જ ઉપાય બાકી રહ્યો હતો અને તે એણે બરાબર અજમા. પિતાનાં સર્વ અલંકાર તેડી નાખ્યાં, વસ્ત્રો વેરણ છેરણ કરી નાખ્યાં અને શરીરે થડા ઉઝરડા કરી બૂમ મારી કે “દે દેડો! મને બચાવે, આ નરાધમ મને સતાવી રહ્યો છે.”
રાણીની બૂમ સાંભળી બધા દાસદાસીએ દેડી આવ્યા ને તેમણે સુદર્શન શેઠને મુશ્કેટોટ બાંધી કેદખાનામાં પૂર્યા.
સવાર થતાં રાજા ઉત્સવમાંથી પાછા ફર્યો, ત્યારે અભયાનું મેંહું એકદમ ઉદાસીન જોઈને તેનું કારણ પૂછવા લાગ્યું. રાણીએ કહ્યું: “આ તમારે માનીતે સુદર્શન ઉપરથી ઉજળે લાગે છે, પણ અંદરથી ઘણે નીચ છે, ઘણે પાપી છે. કાલે એ લુચ્ચે કેણ જાણે કઈ રીતે નગરમાં ભરાઈ રહ્યો હતો અને તમારા બધાની ગેરહાજરીને લાભ લઈ મારા મહેલમાં પેસી ગયું હતું. તેના પંજામાંથી હું માંડમાંડ બચી શકી.”
રાણીની આ હકીક્ત સાંભળી રાજા રાતે પીળે થઈ ગયો અને સુદર્શનને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ