________________
સુદર્શન શેઠની કથા ]
૩૯
વાર, ત્રીજીવાર લાવ્યા. એમ કરતાં સિપાઈ આને વિશ્વાસ એઠા અને પૂછવાનું માંડી વાળ્યુ, એટલે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા સુદર્શનને કપડે ઢાંકી ઉપાડી લાવ્યા.
સુદર્શનને એક સુંદર આસન પર ઊભા કરવામાં આવ્યા છે, પણ તે નથી ખેલતા કે નથી આંખેા ખેાલતા ! જાણે કાઇ ચેાગીએ સમાધિ ચડાવી હેાય એ રીતે તે ધ્યાનમાં ઊભા છે. મનમાં નમસ્કાર મંત્રના જાપ ચાલુ છે. તેના કરતાં ઉત્તમ રક્ષામંત્ર આ જગતમાં બીજો કચેા છે?
ગાનતાન મનુષ્યનાં મનને મેાહિત કરનારાં ગણાય છે, એટલે અભયાએ પ્રથમ આશ્રય તેના લીધેા ! પણ સશિરામણું સુદર્શનને તેની કઈ પણુ અસર થઇ નહિ. આથી તેણે અનેક અંગવિક્ષેપપૂર્વક નૃત્યના આરંભ કર્યાં અને તેમાં રેડાય તેટલી કળા રેડી, પણ જે ધીર પુરુષ ‘લવં વિવિા નીબ, સવ્વ નટ્ટ વિકેંદ્રના—સવ પ્રકારનું ગીત વિલાતુલ્ય છે, અને સર્વ પ્રકારનું નૃત્ય વિડંબનારૂપ છે” એમ માનતા હૈાય તે એમાંથી કેમ ચળે?
પરિસ્થિતિ આ પ્રકારની જોઈને અભયાએ કહ્યું: ‘ આ સુદર્શન! હું કેટલાય દિવસથી તારું' દર્શન અંખી રહી હતી, તારા મેળાપ ઈચ્છી રહી હતી. તે માટે આજે અનુકૂળ સમય આવ્યેા છે, માટે તું મારા પ્રેમને સ્વીકાર કર. તું કહીશ તેા તને મુક્તામણિનાં અલંકારો આપીશ, તારી સાત પેઢી ખાય તા પણ ન ખૂટે એટલુ ધન આપીશ.