Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 46
________________ ૪૪ [નિયમા શા માટે ? કે આ સાચું?' લેાકેાના મનમાં ભારે ગડમથલ પેદા થઈ, પણ તેઓ જે દૃશ્ય અત્યારે જોઇ રહ્યા હતા, તે સાચું જ હતું, કેમકે સુદર્શનની પત્ની મનારમાએ પેાતાના સુશીલ પતિની આ સ્થિતિ સાંભળી કલંક ઉતારવા કાઉસ્સગ્ગ ધ્યાન કર્યુ હતુ. તેના અને શિયળના પ્રભાવથી પ્રસન્ન થયેલા શાસનદેવે આ પરિસ્થિતિ નિર્માણ કરી હતી. કૌતુકવાની વાતને પ્રસરતા શી વાર? એ વાત વીજળીવેગે રાજા આગળ પહેાંચી, એટલે તે ઉતાવળેા ઉતાવળા શૂળીનાં સ્થાને આવ્યા ને સદૃશ્ય નજરે જોતાં સુદર્શન શેઠને નમી પડ્યો. પછી રાણીને કઈ પણ શિક્ષા ન કરવાનું વચન લઈને તેમણે રાજાને સઘળી હકીકત જણાવી. પરંતુ અભયા હૃદયની પાપી હતી, એટલે તેણે સુદર્શન શેઠના ચમત્કારિક બચાવની વાત સાંભળી ગળે ફ્રાંસા ખાઈ લીધેા અને પેાતાનાં જીવનના કરુણ અંત આણ્યે. આ મનાવ પછી સસાર પરથી વૈરાગ્ય પામીને સુદર્શન શેઠે સાધુજીવનના સ્વીકાર કર્યો અને ઉત્કૃષ્ટ સચમ-તપનું આરાધન કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. એટલે લીધેલા નિયમે કાઇ પણ ભાગે પાળવા એમાં જ ખરી બહાદુરી છે અને એવા જ પુરુષા આ જગતમાં પોતાનાં નામ અમર કરી જાય છે, એમ ખાતરીથી માનવુ’. ૧૦-નિયમ એજ પ્રત્યાખ્યાન નિયમ શબ્દની પાછળ જે ભાવ રહેલા છે, તે પ્રત્યા

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68