________________
[ નિયમો શા માટે? વળી તારે હાથીઘોડાની જરૂર હોય તે હાથીઘેડા આપીશ ને જમીનની જરૂર હોય તે તને મટી જાગીર કાઢી આપીશ.”
પરંતુ સુદર્શન શેઠ કંઈ પણ બેલ્યા નહિ. એ તે નમસ્કાર મંત્રના જાપમાં જ મગ્ન હતા.
અભયાએ જોયું કે સુદર્શન ધનવૈભવથી લેભાશે નહિ, એટલે તેણે એની દયાવૃત્તિને ઉશ્કેરવા કહ્યું કે “સુદર્શન! તું ઘણે દયાળુ છે, તે મારા પર દયા કેમ કરતે નથી? હું તારા વિયેગથી ગુરું છું અને આ જ રીતે કદાચ મરણ પામીશ તે તને સ્ત્રીહત્યાનું પાપ નહિ લાગે? તું શા માટે જાણીબૂઝીને સીહત્યા વહેરી લે છે? એનું પાપ તારે ભવભવમાં ભેગવવું પડશે. માટે તું મારા સંતપ્ત તનમનને શાંતિ આપ અને દયાધર્મનું પાલન કર.'
પરંતુ કર્તવ્યના વિષયમાં સુદર્શન શેઠની સમજ બરાબર કેળવાયેલી હતી, એટલે આ વચને પણ તેમને કેઈ અસર ઉપજાવી શક્યાં નહિ.
છેવટે અભયાયે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તે કહેવા લાગી કે “મારી ઈચ્છાને અનાદર કરવાનું પરિણામ શું આવશે તે જાણે છે ? તું ઘરબારથી ભષ્ટ થઈશ, ધનવૈભવથી વંચિત થઈશ અને રસ્તાને રઝળતે ભિખારી બની જઈશ ! અથવા તે તારે સર્વનાશ થવાને છે, એટલે જ તને મારી ઈચ્છાને અનાદર કરવાને સૂઝે છે!”