________________
[નિયમા શા માટે?
તમારી સ’કલ્પશક્તિ કેટલી વધી જાય છે! મન ગમતી એક વસ્તુ સામે પડી હાય છતાં તેના ઉપયાગ કરવાની વૃત્તિ મનમાં ઉઠવા દેવી નહિ, એ જ સાચું સંકલ્પબળ છે.
આપણું મન મર્કટથી પણ વધારે ચંચળ છે અને ધ્વજાની પૂંછડી કરતાં પણ વધારે અસ્થિર છે. તેની ચચળતા કે અસ્થિરતા મટાડવાના સિદ્ધ ઉપાય એ છે કે તેને નિયમે વડે બાંધવું. પાણી ફેલાઈ જવાના સ્વભાવવાળું છે, પણ તેને ઘડાથી બાંધવામાં આવે છે તેા એક જગાએ સ્થિર રહે છે, તેમ મન પણ ફેલાઈ જવાના સ્વભાવવાળું છે, તે નિયમથી ખાંધ્યું સ્થિર રહે છે.
જે મનુષ્ય પોતાના નિયમમાં મક્કમ છે, તેના ભાંસા થઈ શકે છે, તેના પર વિશ્વાસ મૂકી શકાય છે, તેના આધારે કાઈ સાહસ ખેડવું હાય તા તે પણ ખેડી શકાય છે, જ્યારે આજ નિયમ લઈને કાલ તાડનારાઓને કાઈ પણ ભરાસા થઈ શકતા નથી, તેના પર જરાયે વિશ્વાસ મૂકી શકાતા નથી, ત્યાં તેના આ માટે સાહસ ખેડવાની વાત તા રહી જ કાં ?
૩૦
જેનાં જીવનમાં કાઈ પણ નિયમનુ પાલન નથી, તેનુ જીવન હરાયા ઢાર જેવું જ ગણી શકાય કે જે અહીંતહીં અનેક જગાએ રખડવા છતાં ઈષ્ટ તૃપ્તિ અનુભવી શકતુ નથી. નિયમથી તૃષ્ણાના છેદ થાય છે, એટલે જેનાં જીવનમાં નિયમા વણાયા છે, તેનું જીવન સતાષી હાય છે અને સંતાષી સદા સુખી હાય તેમાં કોઈ આશ્ચર્ય નથી.