________________
[ નિયમો શા માટે? આપવાને વિચાર આવ્યો, પણ વિષયથી ઉન્મત્ત થયેલા કેની શિખામણ માને છે? એટલે એ વિચાર પડતો મૂક્યા અને યુકિતથી પિતાને બચાવ કરી લેવાનો નિર્ણય કર્યો.
સુદર્શને કહ્યું: “ભાભી તમે ભૂલ્યા. આ તે તમે ભિક્ષુક આગળ ભિક્ષા માગી, વંધ્યા આગળ પુત્ર માગ્યો.
આ શરીર પર રૂપ દેખાય છે એટલું જ, પણ મારાથી કેની ઈચ્છા પૂરી થાય તેમ નથી.”
આ સાંભળી કપિલા ભેઠી પડી. તેને લાગ્યું કે પોતે સુદર્શનને અહીં લાવવામાં ગંભીર ભૂલ કરી છે, એટલે તેની ક્ષમા માગી અને બારણું ઉઘાડી નાખ્યાં. આ રીતે સુદર્શનને નિયમ અચળ રહ્યો. જે મનુષ્યનું મન દઢ હોય તે એ પિતાને નિયમ જરૂર સાચવી શકે છે. - એક વાર રાજરાણી અભયા તથા કપિલા રાજમહેલના ગોખે બેસી વસંત ઋતુની શેભા નિહાળી રહ્યા હતા, એવામાં રૂપે રંભા સમાન એક સ્ત્રીને સામેથી આવતી જોઈ. તેની સાથે દેવકુમાર જેવા નાના મોટા છ પુત્ર હતા. કપિલા તેના સામું ટીકી ટીકીને જોઈ રહી. પછી તેણે અભયાને પ્રશ્ન કર્યો કે “રાણીજી આ સ્ત્રી કોણ છે?
અભયે કહ્યું કે “તું એને ઓળખતી નથી? એ તે સુદર્શન શેઠની સ્ત્રી મનેરમાં છે. તેની સાથે ચાલે છે તે એના છ પુત્ર છે.”
કપિલાએ કહ્યું કે “આપની કંઈક ભૂલ થાય છે. સુદર્શન શેઠને સ્ત્રી કેવી ને પુત્ર કેવા?’