________________
[ નિયમે શા માટે? સુદર્શને વ્યાપારમાં થોડા જ સમયમાં સારી પ્રગતિ કરી અને નગરના વ્યાપારીઓમાં અગ્રસ્થાન મેળવ્યું. વળી તે પોતાની વ્યવહારકુશળતાથી રાજદરબારમાં પણ સારું માને પામવા લાગ્યો.
એ જ નગરમાં કપિલ નામે રાજાને માનીતે પુરોહિત હતું. તે સ્વભાવે બહુ ભલે અને વિદ્વાન હતું. તેને કપિલા નામે સ્ત્રી હતી.
એક વખત કંઈક કામ પડતાં સુદર્શન અને કપિલ વચ્ચે દેતી થઈ અને તે શુકલ પક્ષના ચંદ્રની જેમ વધતી ચાલી. આથી તેઓ ઘણે વખત સાથે રહેવા લાગ્યા અને “વાચક્ષાહિત્યવિનોન વો જરછતિ વીમત” એ ઉક્તિને સાર્થક કરવા લાગ્યા.
એક વખત કપિલની સ્ત્રીએ પૂછયું કે “હે સ્વામિન! પહેલાં તે તમે રોજ વહેલા ઘરે આવતા અને હાલ મોડું કેમ થાય છે?” કપિલે કહ્યું કે શું કરું? એક એ મિત્ર મળી ગયો છે કે તેનાથી છૂટા પડવાનું દિલ થતું નથી. તે રૂપમાં કામદેવ જેવો છે અને વાત કરે છે, ત્યારે મુખમાંથી ફૂલ ઝરે છે! એ જ હમણું મોડા આવવાનું કારણ છે.”
કપિલાએ પૂછયું: “એમનું નામ?”
કપિલે કહ્યું ” સુદર્શન. એ વ્યાપારીઓમાં આગેવાન છે અને રાજને પણ માની છે.”