________________
-૯૮
[ નિયમે શા માટે ?. પામત? અને પિતે પણ મૃત્યુને આધીન શા માટે થાત ? પણ મેહ એક એવી વસ્તુ છે કે જે ડાહ્યામાં ડાહ્યા ગણાતા મનુષ્યનું પણ ભાન ભૂલાવે છે અને તેમની આગળ બાલચેષ્ટાઓ કરાવે છે.
રાજાએ વંકચૂલની સ્થિતિ ખૂબ ગંભીર જોઈને જિનદાસ નામના એક શ્રાવકને તેની સારવારમાં રોક્યો અને તેને બને તેટલી શાંતિ પમાડવાની સૂચના કરી. આથી તે શ્રાવકે વંકચૂલના નિયમોની પ્રશંસા કરીને કહ્યું કે “હે મિત્ર ! આ જીવ એકલે જ આવે છે ને એકલે જ જાય છે. આ સર્વ સંબંધે દેખાય છે, તે ઝાંઝવાનાં નીર જેવા મિચ્યા છે. માટે તું દેહ, દારા, પુત્ર, પરિવાર તથા ધનવૈભવ પર કઈ જાતને મેહ રાખીશ નહિ. સાચું શરણ અરિહંતદેવનું છે, સિદ્ધ પરમાત્માનું છે, સાધુમહાત્માનું છે અને સર્વજ્ઞપ્રણિત જૈન ધર્મનું છે, માટે તું ચાર શરણ અંગીકાર કર.” એટલે વંકચૂલે દેહાદિ સર્વ વસ્તુઓ પરને મેહ છોડી દીધો અને ચાર શરણ અંગીકાર કર્યા. પછી જિનદાસે તેને કલ્યાણકલ્પતરુને અવધ્ય બીજ જે તથા પાપભુજગેને દૂર કરવા માટે ગરુડ પક્ષી જે નમસ્કાર મહામંત્ર સંભળાવવા માંડ્યો. તેનું શ્રવણ-મનન કરતે વંકચૂલ શાંતિ-સમાધિથી મૃત્યુ પામે, એટલે તે ઊંચી દેવગતિ પામ્યું.
આથી સિદ્ધ થાય છે કે કોઇવાર નિયમે અંતરના ઉલાસ વિના લેવાયા હેય પણ તેનું યથાર્થ પાલન કર