________________
નાના નિયમે પણ લાભ કરે છે]
મહાત્માએ એ વિનંતિને સ્વીકાર કરીને વણિકપુત્રને ધર્મને સુંદર ઉપદેશ આપ્યું અને કંઈ પણ નિયમ લેવાને આગ્રહ કર્યો, ત્યારે એ સ્વછંદી ઉદ્ધત વણિકપુત્રે મજાકમાં કહ્યું કે “મારાથી બીજે કેઈ નિયમ લેવાય તેમ નથી, પણ મારાં ઘરની પાસે એક કુંભાર રહે છે, તેની ટાલ જોઈને રેજ ભેજન કરવું, એ નિયમ લઈ શકીશ.”
કુંભાર રાજ એક જ સ્થળે બેસીને વાસણ ઉતારતે હતું અને તેનું માથું પિતાનાં ઘરમાં જરા ઊંચા થવાથી જ દેખાતું હતું, એટલે તેમાં કંઈ પણ મહેનત નહિ પડે, એમ જાણી વાણિકપુત્રે આ દરખાસ્ત કરી હતી. પરંતુ મહાત્માએ તેને વધાવી લીધી અને જણાવ્યું કે “તારે આ નિયમ લેવાની ઈચ્છા હોય તે આ નિયમ લે, પણ તેને સારી રીતે પાળજે. એમાં કોઈ ભૂલચૂક થાય નહિ. જેઓ લીધેલે નિયમ કે લીધેલી પ્રતિજ્ઞા તોડે છે, તેમની અધોગતિ થાય છે અને તેમને અનેક જાતનાં આકરાં દુઃખે સહન કરવા પડે છે.”
આ નિયમ હું બરાબર પાળીશ” એમ જણાવી વણિકપુત્ર પિતાના પિતાની સાથે ઘરે આવ્યો અને બીજા દિવસથી કુંભારની ટાલ જોઈને ભેજન કરવા લાગ્યું.
હવે એક વાર તે વણિકપુત્ર પિતાનાં કામકાજથી પરવારીને ભેજન કરવા ઘરે આવ્યો અને નિયમ પ્રમાણે કુંભારની ટાલ જેવા ઊંચે થયો, પણ કુંભારની ટાલ દેખાઈ