Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 27
________________ . સારા નિયમ–વંકચૂલની વાર્તા ૨૫ માટે આવ્યો છે? તને પુષ્કળ ધનદોલતની ઈચ્છા અહીં ખેંચી લાવી હાય તે તારી એ ઇચ્છા હું પૂર્ણ કરીશ, પણ તારે મારી એક વાત કબૂલ કરવી પડશે.’ એક તા રાજરાણી અને યૌવનમસ્ત એટલે તેની સુંદરતાનું પૂછવું જ શું ? તેના કાળા ભમ્મર કેશકલાપ કાઈ પણ કીકીનું કામણ કરે તેવા કમનીય હતા. તેનુ ચંદ્ર જેવું ગાળ મનહર મુખડું. કોઈ પણ ચક્ષુને ચિકત કરે એવું ચારુ હતું. વિશાળ નેત્રો, નમણી નાસિકા, કામળ કપાલપ્રદેશ, કમનીય કંઠ, ઉન્નત વક્ષઃસ્થલ, પાતળુ પેટ, પુષ્ટ નિત ખે અને કદલીસ્થભ સમા કામળ સાથળે કોઈ પણ આંખનું આકષ ણુ કરવાને પૂરતા હતા. વળી તેનાં અંગેાપાંગ સુંદર વસ્ત્રાભૂષણથી સુસજ્જ હતા અને સ્વરમાં કાયલના મધુર ટહૂકાર હતા, એટલે કાઈ પણ મનુષ્યનું મન શીઘ્ર માહિત થાય તેમ હતુ. પરંતુ વંકચૂલ પેાતાના નિયમમાં સાવધ હતા, એટલે તેને ઉક્ત વચનાની કાઇ અસર થઈ નહિ. ઉત્તરમાં તેણે એટલુંજ કહ્યું કે, તુ રાજરાણી હાઈ મારી માતા સમાન છે.' આ વખતે ખાજુના ખડમાં સૂઇ રહેલા રાજા જાગી ગયા હતા અને ભીંતનાં આંતરે ઊભેા રહીને સવ મનાવ જોઇ રહ્યો હતા. રાણીએ ફરી કઇક સત્તાવાહી અવાજે કહ્યુંઃ ‘તુ મારી વાત કબૂલ નહિ કરે ? ' વંકચૂલે કહ્યું કે • હું નિયમથી અંધાયેલેા છુ, એટલે આપની વાતના સ્વીકાર થવા અશકય છે.’

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68