________________
સારા નિયમે-વંકચૂલની વાર્તા ] તેણે આબેહૂબ વંકચૂલને પોશાક ધારણ કર્યો અને બહાર આવીને ખેલનું નિરીક્ષણ કરવા માંડયું.
ખેલ મોડી રાતે પૂરે થયે, એટલે યથેચ્છ ધન આપીને ભવઈયાઓને વિદાય કર્યા અને પોતે મકાનની અંદર આવી. એ વખતે તેની આંખો ઊંઘથી ખૂબ ઘેરાતી હતી, એટલે પેલે પિશાક કાઢયા વિના જ તે પિતાની ભેજાઈ સાથે સૂઈ રહી.
હવે બનવા કાળ એટલે તે જ રીતે વંકચૂલ બહાર ગામથી પાછો ફર્યો અને પિતાના મકાનમાં દાખલ થયે. ત્યાં પિતાની પત્નીને એક પુરુષ સાથે સૂતેલી જોઈને તે અત્યંત ક્રોધાયમાન થયા અને બંનેને ઠાર મારવાના ઈરાદાથી તેણે પિતાની કમ્મરે લટકી રહેલી તરવાર મ્યાનમાંથી બહાર ખેંચી. પણ તે વખતે લીધેલ નિયમ યાદ આવ્યું કે “કોઈ પર શસ્ત્રને પ્રહાર કરવો હોય તે સાત ડગલાં પાછું હઠવું” એટલે તે એક, બે, ત્રણ, એમ સાત ડગલાં પાછું હઠ. ત્યાં તેના હાથમાં રહેલી તરવાર ભીંત સાથે અથડાઈને જોરથી અવાજ થયે. એ અવાજને લીધે બહેન જાગી ઉઠી ને “ખમ્મા મારા વીરને.” એમ બોલતી બાજુએ ઊભી રહી. આ વખતે ભેજાઈની નિંદ પણ ઉડી જ ગઈ હતી, એટલે તે ઉઠીને બીજી બાજુ ઊભી રહી.
વંકચૂલને સમજાયું નહિ કે “આ બધું શું છે? એટલે તેણે હકીકત પૂછી અને બહેને બધી હકીકત કહી સંભળાવી. એ હકીકત સાંભળતાં જ વંકચૂલને સમજાઈ