________________
સારા નિયમ-વંકચૂલની વાર્તા ]
नियमाऽखिललक्ष्मीणां, नियन्त्रणमशृङ्खलम् । दुरित-प्रेत-भूतानां, रक्षामन्त्री निरक्षरः॥
નિયમ સમસ્ત લક્ષ્મીનું વગર સાંકળે બંધન છે અને પાપરૂપી ભૂતપ્રેતથી બચવાને અક્ષર વિનાને મંત્ર છે.” તાત્પર્ય કે નિયમ લઈને પાળનારને દરેક પ્રકારનું સુખ મળે છે અને પાપનાં આક્રમણથી તે બચી શકે છે.”
આ સાંભળી વંકચૂલે કહ્યું “કે એમ જ હોય તે કંઈક નિયમ આપે. એટલે આચાર્યો ખૂબ વિચાર પૂર્વક ચાર નિયમ આપ્યાઃ (૧) અજાણ્યું ફળ ખાવું નહિ. (૨) કોઈ પર શસ્ત્ર પ્રહાર કર હોય તે સાત ડગલાં પાછું હઠવું. (૩) રાજરાણુને સંગ કરે નહિ અને (૪) કાગડાનું માંસ વાપરવું નહિ.
વંકચૂલને લાગ્યું કે “આ નિયમે સાવ સહેલા છે, એટલે તેમાં ખાસ કરવાપણું કંઈ નથી. તેથી રાજી થત તે પિતાનાં સ્થાનકે પાછો આવ્યો.
હવે એક વાર તે કઈ ગામ પર ધાડ પાડીને પિતાના સાથી–સોબતીઓ સાથે પાછા ફરતું હતું, ત્યારે અટવીમાં માર્ગ ભૂલ્યો અને ત્રણ દિવસના કડાકા થયા. એવામાં તેના સાથીઓએ એક મનહર વૃક્ષ જોયું, એટલે બેલી ઉઠયા કે ચાલો આપણે આ વૃક્ષનાં ફળે તેડી લઈએ અને તેનાથી આપણી ઉદરતૃપ્તિ કરીએ.” - વંકચૂલે પૂછયું કે “આ ફળનું નામ શું? ત્યારે