________________
૨૪
[નિયમો શા માટે? ગયું કે ગુરુએ આપેલા નિયમે પિતાને મહા અનર્થમાંથી બચાવ્યો છે. અન્યથા પત્ની તથા બહેન બંનેનું ખૂન થાત અને કદાચ પોતે પણ પાછળથી એના શેકમાં આપઘાત કરી બેસત. અહે ગુરુનું જ્ઞાન ! અહો ગુરુની કૃપા! તેમણે આપેલા નિયમ ઘણું જ સારા છે, ઘણું જ સુંદર છે અને બરાબર સાવધાનીથી પાળવા જેવા છે!” એમ વિચારી તે દિવસથી તેણે પિતાના નિયમમાં વધારે સાવધાની રાખવા માંડી.
હવે આગળ શું બન્યું? તે પણ જોઈએ. એક વાર મોટી માલમત્તા મેળવવાના ઈરાદાથી વંકચૂલે રાજમહેલની ભીંત ફાડી અને તેની અંદર આવેલા અંતઃ પુરમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં ઘણી સાવચેતી રાખવા છતાં તેને હાથ ભર ઊંઘમાં સૂતેલી રાણીને અડકી ગયો, એટલે તે જાગી ઉઠી ને ચારે બાજુ જેવા લાગી. ત્યાં થોડે દૂર હિંમત ભેર ઊભા રહેલા વંકચૂલને જોયો.
પ્રસંગવશાત્ રાજ આજે બીજા ખંડમાં સૂઈ રહ્યો હતું, એટલે તે એકલી જ હતી. દાસીઓ પણ બહારની પરસાળમાં અહીં તહીં સૂતેલી હતી.
એકાંત એ પાપને બાપ ગણાય છે, અર્થાત્ એકાંત મળે અને પાપ સામગ્રી મેજૂદ હોય તે મનુષ્યનું મન પાપ કરવા તરફ તરત ઢળી જાય છે. આ પ્રમાણે એકાંત અને પ્રૌઢ પુરુષને યોગ મળતાં રાણીને વંકચૂલની સાથે ભેગ ભોગવવાની ઈચ્છા થઈ, એટલે તેણે ઈશારાથી વંકચૂલને પિતાની પાસે બેલાવ્યો અને કહ્યું કે “તું અહીં શા