Book Title: Jain Shikshavali Niyamo Sha Mate
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 24
________________ ૨૨ [ નિયમે શા માટે? સાથીઓએ કહ્યું કે “એ તો અમને ખબર નથી.” એટલે વંકચૂલે પિતાને નિયમ યાદ કરીને કહ્યું કે “આ ફળે અજાણ્યા હોવાથી હું ખાઈશ નહિ.” બીજા ચરોએ આ ફળ તોડીને ખાધાં અને થેડી જ વારમાં મરણ પામ્યાં, કારણ કે એ કિંપાક નામનાં વિષફળ હતાં. આ જોઈને વંકચૂલને વિચાર આવ્યું કે “જે મારે અજાણ્યાં ફળે ન ખાવાને નિયમ ન હેત તે મારી પણ આજ વલે થાત, એટલે ગુરુએ નિયમ આપે તે સારું કર્યું. પછી તે કોઈ પણ રીતે પિતાની પલ્લીમાં પહોંચ્યું અને પૂર્વવત્ કાલ નિર્ગમન કરવા લાગે. એક વાર તે કામપ્રસંગે બહારગામ ગયે હતું, ત્યારે કેટલાક ભવઈયા (તરગાળા) તેની પલ્લીમાં આવ્યા અને તેનાં મકાનની આગળ ખેલ કરવાની તૈયારી કરવા લાગ્યા. પછી એ ભવઈયા ખેલ કરતાં પહેલાં રાજા કે પટેલ ને આમંત્રવા જોઈએ, એ ન્યાયે બોલાવવા અંદર ગયા. ત્યારે બહેને જાણ્યું કે આ તે આપણા વૈરી રાજાના ભવઈયા છે. જે તેઓ વંકચૂલ પલ્લીમાં નથી, એમ જાણશે તે જરૂર તેના રાજારે ખબર આપી દેશે. ભાંડ ભવઈયાઓને ભરોસે શું? અને વૈરી રાજાને આ ખબર પડશે, એટલે તે બનતી ઝડપે ચડી આવીને આ પલ્લીને નાશ કરશે, માટે આ લેકેને વંકચૂલની ગેર હાજરીની ખબર પડવા દેવી નહિ. એટલે તેણે માણસ દ્વારા કહેવડાવ્યું કે “તે (વંકચૂલ) હમણુ જ ખેલ જેવા બહાર આવે છે. પછી

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68