________________
૧૪
[ નિયમે શા માટે? તેમાં બીજું, ત્રીજું, ચોથું એમ અનેક ઝરણે મળે છે અને તેથી જ તેમાં પાણીને પ્રવાહ માટે થતું જાય છે. એટલે નાના નાના નિયમે ગ્રહણ કરવાથી મહાસંયમસિદ્ધ સુધી પહોંચી શકાય એમાં શંકા કરવા જેવું નથી.” ૬-નાના નિયમો પણ લાભ કરે છે
(કુંભારની ટાલ જેવા નિયમ લેનારનું દૃષ્ટાંત)
નાના નિયમે પણ પ્રસંગ આવ્યે મનુષ્યને કે લાભ કરે છે, તે નીચેનાં દૃષ્ટાંતથી બરાબર સમજી શકાશે –
એક વણિકને પુત્ર ઘણે સ્વછંદી અને ઉદ્ધત હતો. તે -વડીલની વાત માનતે નહિ કે ધર્મ પર શ્રદ્ધા ધરાવતે નહિ. માતપિતાએ ઘણું શિખામણ આપી કે વધારે નહિ તે એક નવકારશી જેટલે નિયમ લે, પણ તેણે એક યા બીજું બહાનું આગળ ધરી એટલે નિયમ પણ લીધે નહિ. હવે એક વાર ગામમાં કોઈ સાધુ–મહાત્મા પધાર્યા અને અમૃતવાણીથી ધર્મને ઉપદેશ આપવા લાગ્યા, એટલે ગામલેકે તેમને ઉપદેશ સાંભળવા મોટી સંખ્યામાં એકત્ર થયા. તેમાં આ વણિક પણ પિતાના પુત્રને લઈને સામેલ થયા.
સાધુ-મહાત્માએ હેતુ અને દષ્ટાંતથી ભલે પિતાને ધર્મોપદેશ પૂરો કર્યો અને બધા લેકે પિતાનાં ઠેકાણે ગયા, ત્યારે આ વણિકે મહાત્માને વિનંતિ કરી કે “આપતે કરુણાના ભંડાર છે, દયાના સાગર છે, એટલે મારા પર દયા લાવીને આ પુત્રને ધર્મને કંઈક ઉપદેશ આપે, તે એ રસ્તે આવે અને કલ્યાણને ભાગી થાય.”