________________
[ નિયમે શા માટે? નહિ. કુંભાર ત્યાં બેઠે હોય તો એની ટાલ દેખાય ને? मूलं नास्ति कुत : शाखा ?
વણિકપુત્રે માન્યું કે આજે તે બીજા કેઈ કામમાં ગુંથાયે હશે, એટલે તેના ઘરે ગયો અને અહીંતહીં જોયું, પણ કુંભાર દેખાયો નહિ. પછી તેણે કુંભારણને પૂછયું કે “આજે પટેલ કેમ દેખાતા નથી?”
કુંભારણે કહ્યું કે “એ તે સારી સવારના માટખાણે ગયા છે, તે માટી લઈને હવે આવતા જ હશે. હું પણ તેમની રાહ જોઈ રહી છું. પરંતુ વણિપુત્રને જનની વેળા થઈ ગઈ હતી અને તેને જલ્દી ભજન કરી લેવું હતું, એટલે તે ઉતાવળે ઉતાવળે ગામબહાર ગયે અને માટીખાણના રસ્તે ચડયે.
અહીં કુંભારે કેટલીક માટી બેદી કે સેનામહોરોથી ભલે એક ઘડે મળી આવ્યું હતું. જેણે જીંદગીમાં સોનામહોર નજરે ન જોઈ હોય, તેને એકાએક સેંકડે સેનામહેરે મળી જાય, ત્યારે અતિશય આનંદ થાય એ સ્વાભાવિક છે. ઘણું માણસે એકાએક ધન મળતાં કે બૅટરીનું મોટું ઈનામ લાગતાં હર્ષના આવેશમાં આવીને. પાગલ બની જાય છે કે સાનભાન ભૂલી જાય છે, પણ કુંભારનું કાળજું ઠેકાણે હતું. તેણે ભાગ્યદેવીની કૃપા સાનીને પેલા ઘડાને એક ખાડામાં મૂકી તેના પર થેડી માટી નાખી દીધી હતી. અને “કદાચ અહીંથી આવા બીજા