________________
૧૮
[[નિયમે શા માટે? વણિક જાતિ સ્વભાવથી જ ચતુર હોય છે અને આ તે ભારે નટખટ હતું, એટલે કુંભારની વાત તેના સમજવામાં તરત આવી ગઈ. આથી તે માટખાણની તદ્દન નજીક ગયે અને કહેવા લાગ્યું કે “આખું કહેળું ખવાતું નથી. માટે આમાંથી કેટલેક ભાગ આપણે રાજાધિકારીને આપવો પડશે અને તે જ લક્ષ્મી આપણે ઘરમાં રહેશે.” એટલે કુંભારે સર્વ કંઈ તેની સલાહ પ્રમાણે કર્યું અને બંને માલદાર થયા.
આ વખતે વણિકપુત્રને વિચાર આવ્યો કે “મેં હાંસી-મજાકમાં એક નાનકડો નિયમ લીધું હતું, તેનું પરિણામ આવું સુંદર આવ્યું તે સમજણપૂર્વક સારા નિયમ લેવાથી તેનું પરિણામ કેવું સુંદર આવે? માટે પેલા મહાત્મા ફરી ગામમાં આવે તે તેમની આગળ જઈને બીજા નિયમ લેવા.”
બનવા કાળ તે પિતા મહાત્મા તે ગામમાં આવ્યા, એટલે વણિકપુત્રે તેમને વંદન કરીને બનેલી બધી હકીકત કહી સંભળાવી અને પિતાને કેટલાક સારા નિયમ આપવાની માગણી કરી. ત્યારે મહાત્માએ કહ્યું કે “સહુથી સારા નિયમે તે પાંચ મહાવ્રતે જ છે કે જેનું નિરતિચાર પાલન કરવાથી મનુષ્ય અક્ષય અનંત સુખની પ્રાપ્તિ કરી શકે છે. આથી તે વણિકપુત્રે પાંચ મહાવ્રતે ધારણ કર્યા, અર્થાત્ સાધુજીવનની સાધના સ્વીકારી અને તેનાં નિરતિચાર પાલન વડે મૃત્યુ બાદ બારમા દેવ