Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01 Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 7
________________ તમારાં વહાલાં બાળકોને છેવટે ત્રણ વર્ષ માટે તો ‘તપોવન’માં મૂકો જ જૂન માસથી શરૂ થતું સત્ર ચારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાનીદસથી ચૌદ વર્ષથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. ‘ગંદું’ કહેવાય તે બધું તેમના જીવનમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમના સંતાનો ગણાય. જો તેમનું જ જીવનગુલાબ ખીલ્યું ન ખીલ્યું ત્યાં જ કરમાવા લાગે; તેમાં દોષોના કીડા પડવા લાગે અને કરમાઈ જાય તો એ મા-બાપોએ ક્યાં જવું ? ક્યાં રોવું ? શું આપઘાત કરી નાખવો ? પોતાના ઘરમાં કે ગમે તેવાં બોર્ડિંગ વગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે, પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં મા-બાપો જ ટી.વી. વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જ જો ફસાયા હોય અને બોર્ડિંગોના સંચાલકોને જ બાળ-સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો સંસ્કાર ત્યાં શી રીતે મળશે ? તપોવનમાં ધાર્મિક અને વ્યાવહારિક - બન્ને પ્રકારનું શિક્ષણ છે. એ શિક્ષણ પણ ઊંચી ગુણવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય તેમજ શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યન્ત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો અને દેવગુરુનો ભક્ત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને... અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા,Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194