Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
ભેમીયાનિ માફક અનેક રીતે માર્ગદર્શક થઈ પડે તેમ છે. તેમાંથી આપણે હાથ ધરવાની યોજનાઓની રૂપરેખા તૈયાર કરવા માટે અમુલ્ય સલાહ સુચન મેળવી શકાય તેમ છે તેમજ તે લાલબતી ધરી આપણને; અક્ષમ્ય ભુલો કરતાં કે આડે માગે દેરાઈ જતાં કે ખડકે સાથે અથડાઈ જતાં બચાવી શકે તેમ છે અને તેથી આપણે કાર્યદક્ષ, સેવાભાવી કાર્યકરે અને ઉદાર ધનિકે ઉપરાંત નિષ્ણાત ઈતિહાસજ્ઞોને પણ સાથ મેળવવો જોઈશે.
ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ તીર્થની સ્થાપના કરી ત્યારે જૈનધર્મ અને ચતુર્વિધ સંઘની સ્થાપનાની
ઉલ્લેષણા કરી ત્યારે, દેશભરમાં બ્રાહ્મણનું જૈન ધર્મ અને જેર હદ ઉપરાંત વધી ગયું હતું, જ્ઞાનજૈન સમાજની યુગ આથમી ગયું હતું અને વિધિ-વિધાન તીર્થની-સ્થા- તેમજ ક્રિયા કાંડને યુગ પ્રવર્તતે હતું, પના સમયનું નિરાનાં હેતુરૂપ વિવેક અને જ્ઞાનપૂર્વકની ઘનઘોર વાતા તપશ્ચર્યાનું સ્થાન હઠાગની તપશ્ચર્યાએ વરણ લીધું હતું અને શત્રુના વિનાશ માટે કે
દુન્યવી વસ્તુની પ્રાપ્તિ માટે તેને વેડફી નાંખવામાં આવતી હતી, યજ્ઞ-યાગાદિને યુગ પુરજોશમાં પ્રવર્તી રહ્યો હતો અને તે પ્રસંગે હઝારે અવાચક નિરાધાર પશુઓની અને કવચિત્ નરમેઘ પ્રસંગે મનુષ્યની પણ છડે ચોક હિંસા થતી હતી અને તેને વેદ વિહિતા ગણી અહિંસાની કેટીમાં મુકવામાં આવતી હતી, અહિંસા પર ધર્મને ઉત્તમોત્તમ સિદ્ધાંત તદ્દન ભુલાઈ ગયો હતો, વણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com