Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
નજર સન્મુખ રહેવું જોઈએ અને તેની સીદ્ધી માટે હરેક પ્રકારના સાધનોને અવિરત પણે ઉપયોગ કરવામાં લેશમાત્ર પાછીપાની કરવી જોઈએ નહિ. ધ્યેયની સીદ્ધી માટે કેવા કેવા કેટકેટલા સાધને મદદગાર થઈ પડે તેમ છે તેને બરાબર અભ્યાસ કરી તે એકહાથ અને એકત્રીત કરવાની સંગીન યોજનાઓ નિષ્ણાત કાર્યકરેની મદદથી તૈયાર કરવી અને તેને ત્વરીત અમલમાં મુકવા માટે ધનિક આગેવાનને દાન પ્રવાહની આખી દીશા બદલવાની અનિવાર્ય જરૂરીયાત સમજાવી તેમને પુરેપુરે સાથ અને સહકાર મેળવવા માટે. એકપણ તક જતી કરવી જોઈએ નહિ.
પ્રથમ નજરે આ બાબત જેટલી સામાન્ય જણાય છે તેટલી સામાન્ય નથી અને તેથી આખા સમુદાયે હવે તે જાગૃત થવાની જરૂર છે. અગ્રગણ્ય આગેવાનોની દેરવણી નીચે સામુદાયીક જાગૃતિને જુવાળ ચોમેર પ્રસરે અને ધાર્મિક તેમજ સામાજીક ઉત્કર્ષ માટેની યોજનાઓનું સુનિશ્ચિત રૂપરેખા સાથેનું ઘડતર–વિધાન પૂર્ણ થતાં તેને સચોટ અને સંગીન રીતે અમલમાં મુકવા માટે હાદીક પ્રયાસ સમાજની પ્રત્યેક વ્યક્તિને ઈષ્ટ વિષય થઈ પડે અને તેને માટે એકજ ધૂન–એકજ તાન અને તલ્લીનતા ઉભરાઈ જતાં જણાય તે આપણું અને સાધ્ય વસ્તુ વચ્ચેનું અંતર કપાઈ જતાં વિલંબ થાય નહિ.
ઉપરોકત સામુદાયિક જાગૃતિ માટે યતકિંચિત પ્રયાસને આરંભ કરતાં પહેલા સમાજની અને ધર્મની આધુનિક
પરિસ્થિતિને આપણે બરાબર વિચારણા પૂર્વક અભ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com