Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 44
________________ ૩૯ સ્વલપ જણાતે અભિમાન અને ગૌરવ લેવા જેવું છે અને પ્રયાસ તે હવે આપણે આ જ્ઞાનયુગના જમાનામાં ઉદારભાવે દુનિયાભરમાં પ્રચાર કરવાનું છે. છેલ્લા ૫૦-૬૦ વરસોમાં આપણે આ દિશામાં કંઈક ઠીક ઠીક કરી શક્યા છીએ પરંતુ ઈતર-ધમિઓના મુકાબલે આપણો પ્રયાસ ઘણો મંદ અને અલ્પ છે. જુદા જુદા પરદેશી ક્રશ્ચિયનમીશનો દુનિયાના દૂર દૂરના દેશમાં હઝારે માઈલની મુસાફરી કરીને, અનેક પ્રકારના જોખમ ખેડીને પહોંચી ગયા છે અને લાખ કરોડ રૂપૈયાના ખર્ચે પિતાના ધાર્મિક સાહિત્યના પ્રચાર માટે અને પોતાના ધર્મબંધુઓની સંખ્યામાં વૃદ્ધિ કરવા માટે અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિઓપૂર્વક પારાવાર જહેમત ઉઠાવી રહ્યા છે. સેંકડો ભાષામાં બાઈબલના તરજુમા કરાવી કરોડોની સંખ્યામાં તેની સેંકડો આવૃત્તિઓ બહાર પાડી ચુક્યા છે. ઠેર ઠેર તેમના ઉપદેશકો ઘુમી રહ્યા છે. જીવન નિર્વાહની તેમજ બીજી અનેક પ્રકારની લાલચ આપી સ્વધર્મીઓની સંખ્યાબળમાં પણ વૃદ્ધિ કરી રહ્યા છે. મીશનરી કે જેમાં અને પ્રાઈમરી, સ્કુલો, મીડલ લો અને હાઈસ્કુલ, કન્યાશાળાઓ વગેરેમાં ફરજીયાત ધાર્મિક શિક્ષણ આપી રહ્યા છે. હેટી હેટી હોસ્પીટલે ચલાવી લાખો મનુષ્યને ઉત્તમ પ્રકારની વૈદકીય સારવાર અને સગવડ આપી પિતા તરફ આકર્ષા રહ્યા છે. આ બધું આપણે એકીટશે નીહાળી રહ્યા છીએ– તેનો લાભ પણ લઈ રહ્યા છીએ છતાં તેમાંથી જેઈને બોધપાઠ ગ્રહણ કરી તે દીશામાં હજુ પ્રયાણ શરૂ કર્યું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86