Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૭૦
ઉચાપતને ભય પણ માથે લટકતી તરવારની જેમ ઝઝુમતે હોય છે. મોટા મોટા તીર્થોની કે મુંબઈ અમદાવાદ જેવા. શહેરના દેરાસરને વહીવટ કરતી પેઢીઓના હસ્તકના વહીવટ નીચે જુદાજુદા ખાતાના ધર્માદા ફંડના ભંડોળનો એકંદર સરવાળે તે કરેડા અને અબજો સુધી પહોંચે તેમ જણાય છે. આ બધું સુવ્યવસ્થીતરીતે અને અખંડપણે જળવાઈ રહે અને તેની વ્યવસ્થા કરતાં કોઈપણ પ્રકારના પાપબંધનમાં ફસાઈ જવું ન પડે અને દેવ દ્રવ્ય સુરક્ષીત રહે એ પ્રત્યેક સાચા જૈનની ભાવના હૃદયપૂર્વકની હોવી. જોઇએ. એ ખાસ મુદ્દાની અને ઇષ્ટ વસ્તુ છે. દેવદ્રવ્યના સંરક્ષણ અને સદુઉપયોગનો પ્રશ્ન સર્વગ્રાહી અને અનેક દેશીય નજરથી ઉડી વિચારણા માગી રહેલ છે.
ઉપરોક્ત મુદ્દાની અને ઈષ્ટ વસ્તુને બરાબર ખ્યાલમાં રાખીને જ વિનમ્ર ભાવે સુચન કરવાનું કે ધર્માદા ફડાના નાણુની સંપૂર્ણ સહીસલામતી માટેની પુરતી જોગવાઈ રાખીને આવા ભંડેળામાંથી બેંકના વ્યાજના દરે જરૂર પુરતી લોન લેવાની વ્યવસ્થા સેવામંડળના મુખ્ય આગેવાને બનતી તજવીજથી અને બનતી તાકીદ કરી શકે તે ધર્મ અને સમાજના ઉત્કર્ષનું કાર્ય ઘણું સરલ અને સુતર થઈ પડે. પ્રથમ દરજજે આવા મેટા મેટા મંડળના ટ્રસ્ટીઓને સેવા મંડળના અગ્ર ગણ્ય સભ્યો બનાવવા જોઈએ. વળી આ રીતે લેનથી મેળવેલા નાણાને ઉપયોગ ખાસ કરીને દેશમાં રહીને ઉચ્ચ કક્ષાને અભ્યાસ કરતા તેમજ * પરદેશ જવા માગતા વિદ્યાથીઓને લેન કેલરશીપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com