Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
યાત્રાળુ ભાઈઓને વિજ્ઞપ્તિ.
સમસ્ત દેશભરમાંથી આપણું પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રાર્થે આવનાર સર્વ યાત્રિક ભાઈઓને સવિનય વિદિત કરવાનું કે તાજેતરમાં જ લોકમાન્ય સૌરાષ્ટ્ર સરકારનું એકમ થતાં, સમસ્ત વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને પાલીતાણું દરબારને દરવર્ષે રૂા. ૬૦૦૦૦ ભરવા. પડતા હતા તે સૌરાષ્ટ્ર સરકાર તરફથી માફ કરવામાં આવ્યાથી શ્રી સીદ્ધગિરિની યાત્રા કરવાનું ઘણું જ સરલ. અને સુગમ થઈ પડયું છે. વળી ખુદ પાલીતાણામાં આપણી જૈન ધર્મશાળાઓની સંખ્યા સારા પ્રમાણમાં હોવાથી તેમજ ભેજનશાળા વગેરેની સારી સગવડ હેવાથી આપણું યાત્રીક ભાઈઓ મોટી સંખ્યામાં યાત્રાને લાભ પ્રતિવર્ષે લઈ રહ્યા છે તેઓ સૌ ભાઈઓને શ્રી ગેઘા જૈનસંધ તરફથી આગ્રહપૂર્વક વિનંતિ કરવામાં આવે છે કે–ઠેઠ પાલીતાણુ સુધીની ટ્રેનની સગવડ થતાં અને આ તરફની પંચતીર્થ યાત્રામાં ગોઘાને પણ સ્થાન મળેલું હોવાથી ગોઘાના પરમ શાસન પ્રભાવક શ્રી નવખંડા પાર્શ્વનાથજીની યાત્રાને લાભ લેવા ચુકવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com