Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 50
________________ ૪૫ સંપ્રદાય દષ્ટિ બાજુ ઉપર રાખીને નાની નાની પુસ્તિકાએ દ્વારા પ્રસીદ્ધ કરીને વિના મુલ્ય કે નજીવી કીંમતે છુટે. હાથે જનસમાજ સમક્ષ રજુ કરવા જોઈએ અને સમાજને તે સંબંધમાં ઉડે વિચાર કરતી કરી મુકવી જોઈએ. ચાર સંજીવીની ન્યાયના ધોરણે અગરતે સાચી અને ખરી વસ્તુને કસોટી ઉપર કસી જોઈ સમાજ આપ આપ સાચી વસ્તુ જ ગ્રહણ કરવા ચગ્ય હશે તે જ ગ્રહણ કરશે અને જીવનના વિકાસકમમાં આગળ વધવાં જીવનને આદર્શ અને સાધ્ય વસ્તુને નિર્ણય કરશે. આવા લોકોપકારક કાર્યોમાં કદાગ્રહ કે સંપ્રદાય દષ્ટિને ચીકટાઈથી વળગી ન રહેતાં સમાન ભાવથી કામ લેવાની પદ્ધતિ અંગીકાર કરી ઈષ્ટ કાર્યમાં સફળતા મળે એ ધોરણે આગળ વધવું જોઈએ. આ વસ્તુને જ ધર્મને સારો અને વિશ્વવ્યાપક પ્રચાર અને શાસનનો જવલંત ઉદ્યોત કહી શકાય. આવા પ્રચારથી જ વિશ્વપ્રેમ અને વિશ્વબંધુત્વની ભાવનામાં ઓતપ્રેત થએલી શ્રી વીર પરમાત્માની “સવજીવ કરૂં શાસન રસી”ની ભાવનાને સફળ અને સાર્થક કરી શકાય. ધાર્મિક સાહીત્યના પ્રકાશન અને પ્રચાર કાર્યમાં અન્ય અનેક સંસ્થાઓના ધીકતા પ્રચાર કાર્યના પ્રસ્તાવ અને અનુભવેને નજર સન્મુખ રાખી ધર્મને ઉદ્યોત અને ઉત્કર્ષની સાધના માટે આપણે ઘણું ઘણું કરવાનું રહે છે. ભગવદ્ ગીતાને સફળ મુકામ કરી શકે તેવા જૈન ધર્મના કે પુસ્તક તરફ એકદમ અંગુલી નિર્દેશ થઈ શકતો નથી. જેન તેમજ જૈનેતર સાક્ષર વર્ગમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે,. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86