Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
તેનો લે જોઈ માન્ય દેશ બંધુ કે બહેન ગવર્નર-જનરલ તો લાભ ના સ્થાન ઉપર આવી શકે છે. કરોડની
થાપણ ધરાવતી માટી મેટી લીમીટેડ કંપનીઓ, બેન્ક કે મીલોના મેનેજીંગ ડીરેકટરો કે મેનેજરો તરીકે યુરોપીયનના સ્થાને હાઈકોર્ટના ચીજજે કે પ્રાંતિક ગવર્નરો કરતાં પણ વધારે પગાર વાળી જગ્યાઓ ઉપર દેશ બંધુઓને નિયુક્ત કરવામાં આવે છે. શક્તિશાળી બાહોશ મનુષ્ય નીસરણીના છેલ્લા પગથીયે આરૂઢ થઈ શકે છે. લાખાની કમાણી કરી શકાય તેવા અનેક પ્રકારના ઉદ્યોગો અને ઉદ્યોગોની બાબતમાં પરદેશી પ્રજાઓની મેનેપેલી રદ થઈ છે નાની-મોટી નેકરીઓની બાબતમાં ભાઈ-ભત્રીજા કે મામા-માસીયાઈ સગા સંબંધીઓ તરફને પક્ષપાત (Nepstism) નષ્ટ થતાં બુદ્ધિ શક્તિ, પ્રમાણીકતા, લોકપ્રિયતા-સેવાભાવ વગેરે સદ્ગુણેના મુલ્યાંકન થવા લાગ્યા છે. રત્નો અને હીરા-માણેકની પરીક્ષા કરનારા બાહેશ ઝવેરીએ, નિપુણ મુત્સદીઓ અને જબરજસ્ત તંત્રવાહક અને માનનીય પ્રજા સેવકોના હાથમાં દેશ–ભરના શાસન તંત્રની લગામ સુપ્રત કરવામાં આવી છે. પરદેશ સાથેના સંબંધે આંતર રાષ્ટ્રીય વ્યવહારો (Inter-national relations) ઉચ્ચ કક્ષામાં મુકાતા જાય છે. આપણું દેશ બંધુઓ માટે પરદેશના દ્વાર ખુલ્લા થતાં જાય છે–ભારતવષીય પ્રજાજને ઉપરની અટકાયતો દૂર થતી જાય છે. પરદેશમાં જઈને વસેલા આપણા દેશ બાંધવોના હક–અધિકારના રક્ષણ માટે તેમજ તેમના તરફના સદ્ભાવ ભર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com