Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૩૭
આધુનિક સમયને તેના ખરા સ્વરૂપમાં, વિશાળ દષ્ટિથી સર્વગ્રાહી નજરથી દેશ-કાળના યથેચીત વિચારપૂર્વક બરાબર ઓળખી લેવું જોઈએ અને તેમ થાય તેજ વર્તમાન સમયના તમામ અનુકુળ સાધનો પુરેપુરો લાભ લઈ શકાય-વિવેકપૂર્વક તેને ઉપયોગ કરી શકાય. ધાર્મિક સાહિત્યના પ્રકાશન અને પ્રચાર માટે પણ પરંપરાને કે કેવળ સંપ્રદાય દષ્ટિને બાજુ ઉપર રાખી અનેક જૈનેતર સંસ્થાઓ જે રીતે ધાર્મિક ઉોતનું આવું પ્રશસ્ય કાર્ય આગળ ધપાવી રહી છે તેનો તેમજ જે રીતે સામાજીક સર્વાગી વિકાસ સાધી રહી છે તેને બરાબર–સારગ્રહી નજરથી અભ્યાસ કરો ધાર્મિક અને સામાજીક ઉન્નતિનાં કાર્યમાં પ્રત્યેક જૈન
વ્યક્તિએ—સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા-દરેકે પિતા તરફને વિશિષ્ટ ફાળે આપવા કમર કસવી જોઈએ.
કેવળ આત્મ કલ્યાણના માર્ગમાં જ મસ્ત રહેનારા, સમાજના નિકટ સંસર્ગમાં કદીપણ નહી આવનારા, સમાજથી દૂર રહી પ્રાયે જગમાં કે પર્વતની ગુફાઓમાં જ વાસ કરીને જ્ઞાન, ધ્યાન અને યોગાભ્યાસમાં આગળ વધનારા, ભમતા રામ જેવા અબધુત યોગી શ્રી આનંદઘનજી કે શ્રી ચિદાનંદજી ઉ કણ્વરચંદ્રજી જેવા સાધુ પુરૂષોનો પ્રશ્નો તદન નિરાળો અને જુદે જ છે ને કે તેઓ પણ પિતાના શાસ્ત્રીય અભ્યાસ અને ગસાધનાથી પ્રાદુભૂત થયેલ અને વૃદ્ધિ પામેલ અપૂર્વ અનુભવ (જેને તેમના પદોમાં એક કાયમના મિત્ર તરીકે ઓળખાવેલ છે) નો સમાજને અમુલ્ય લાભ પોતાની કૃતિઓથી અને જીવનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com