Book Title: Jain Samajna Utkarsh Ange Margdarshak Vicharna
Author(s): Nyalchand Lakshmichand Soni
Publisher: Yashovijay Jain Granthmala
View full book text
________________
૧૫
અનેક સામાજીક વ્યવહારીક બાબતમાં તાત્કાલીક વિશેષ લાભ મેળવવાની દષ્ટિએ એક સાથે હઝારોની સંખ્યામાં જ્ઞાતિજને ધર્માતર કરવા લલચાયા અને તેને કંઈક તેડ કાઢવાને બદલે આપણા પૂર્વપુરૂષો આ બધુ શાંતચિત્તે-ઉદાસીન વૃત્તિથી જોઈ રહ્યા. કઈ કઈ પ્રસંગે ઉપર બતાવેલ કે અન્ય કઈ કારણોને લઈ આપણા જૈન સમાજમાં પણ સારી સંખ્યામાં જૈનેતર બંધુઓ દાખલ થયા પરંતુ તેવા
સંગે તે કંઈક વિરલજ જણાય છે. એ રીતે જૈનધર્મ અને જૈન સમાજ માટેના ઉદ્યોત કાળના પ્રસંગે વિરલ બની જતાં સમાજ સંખ્યા બળમાં ઘણે ઘટી ગયો અને સાથે સાથે ગુણ વત્તામાં પણ કાળ બળના પ્રભાવે, આંતર કલોના પ્રતાપે તેમજ નવયુગના થતા જતા મંડાણ અને પ્રભાવ તરફ પુરતું લક્ષ્ય નહી આપી શકાયાથી, નવા જમાનામાં ખાસ આવશ્યક જણાતા સગુણે સારા પ્રમાણમાં ખીલવી શક્યા નહી એટલે સમાજ કંઈક નીચેજ ઉતરત ગયે અને હવે આગળ વધવા માટે વર્તમાન જૈન સમાજને
નસીબે તનતોડ પ્રયાસ પૂર્વક સામુદાયીક સમયની બળ કેળવવાનું રહે છે. આજને, સમય બલીહારી પ્રત્યેક વ્યક્તિને સમાજ પ્રત્યેની તેની
આવશ્યક ફરજો અને યથાર્થ જવાબદારીનું સાટ ભાન કરાવી રહેલ છે. સમયને સારી રીતે ઓળખી લેવાની જેઓ દરકાર કરતા નથી–પરિવર્તન શીલ જમાનાનું જેઓ યથાર્થ રીતે મુલ્યાંકન કરી શક્તા નથી અને કેવળ -સ્વાર્થ પરાયણ વૃત્તિથી–તદ્દન સંકુચીત દષ્ટિથી, પરમાર્થShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com