Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થાપનીયસંઘના આચાર્ય સિંહનંદીએ કોલ્હાપુરમાં ગંગ નામના એક રાજવંશની સ્થાપના કરી. સદીઓ સુધી જૈન ધર્મના પ્રચારપ્રસારનો માર્ગ પ્રશસ્ત કર્યો. ગંગ રાજવંશે લગભગ નવ શતાબ્દીઓ સુધી જૈન ધર્મને રાજયાશ્રય આપી તેના પ્રચાર-પ્રસારમાં સક્રિય યોગદાન આપ્યું. યાપનીય જૈનાચાર્ય દ્વારા સંસ્થાપિત ગંગ રાજવંશની મુખ્ય વિશેષતા એ રહી કે આ રાજવંશના આદિ પુરુષ દડિગ અને માધવથી લઈને અઠ્યાવીસમા અંતિમ રાજા સત્યવાક્ય સુધીના પ્રાયઃ દરેક રાજા જૈન ધર્મ પ્રત્યે પૂર્ણ આસ્થા ધરાવતા હતા.
આ ગ્રંથમાં જૈન ધર્મના હાસનાં મુખ્ય કારણો વિશે સારરૂપ વિગતો આપવામાં આવી છે. જેનાથી વર્તમાન જૈનસંઘ અને ભાવિ પેઢીઓ સમુચિત માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત કરીને ભવિષ્યમાં ક્યારેય હ્રાસનાં એવાં કારણોનું પુનરાવર્તન થવા ન દેવાનો દઢ સંકલ્પ કરી ભગવાન મહાવીરના ધર્મસંઘની સર્વતોમુખી પ્રગતિ માટે સમર્પિત રહી શકે. ' આ ભાગની મુખ્ય વિશેષતા એ છે કે જૈન ઇતિહાસના સંશોધકો, લેખકો અને વિદ્વાનોએ જૈન ધર્મના વી. નિ. સં. ૧૦૦૧ થી વી. નિ. સં. ૧૭00 સુધીનાં સાતસો વર્ષના ઈતિહાસનું વિવરણ પ્રસ્તુત કરવામાં પોતાની અસમર્થતા પ્રગટ કરી હતી. એમણે માત્ર બે લીટી લખી વાત સમાપ્ત કરી દીધી કે - “આ સમયનો ઇતિહાસ અંધકારમાં વિલીન થઈ ગયો, વિસ્મૃતિની ગહન ગુફામાં ગરક થઈ ગયો છે.” પરંતુ સભાગ્યે અમને આ કાળખંડના ઇતિહાસને ઉપલબ્ધ કરવાકરાવવામાં સફળતા મળી. પરિણામે એ સાતસો વર્ષના અંધકારયુગ જેવા જૈન ઇતિહાસના સમયમાંથી ૪૭૫ વર્ષના ઇતિહાસ - આલેખનમાં જ લગભગ ૮૫૦ પાનાં ભરાઈ ગયાં, તેથી બાકીનાં ૨૨૫ વર્ષના જૈન ઇતિહાસને ચોથા ભાગમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય આખરે લેવો પડ્યો.
આમ, ઇતિહાસ ગ્રંથમાળાના આ ચોથા ભાગમાં પ૨૫ વર્ષનો જૈન ધર્મનો ઇતિહાસ પ્રસ્તુત કરવામાં આવે છે. * ૮ [96369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)