________________
સ્વર્ગસ્થ ગુરૂણીજી શ્રી અને પશ્રીજી મહારાજની પુણ્યસ્મૃતિ નિમિતે આ પુસ્તકની પાંચસો નકલ સ્વર્ગસ્થ સાધ્વીજી મહારાજના સંબંધિઓની આર્થિક સહાય દ્વારા અગાઉથી ખરીદ લેવાનું નક્કી કરી આપી કર્મવાદના આ પુસ્તકને છપાવી પ્રગટ કરવામાં તેઓ મને ઉત્સાહપ્રેરક થયાં. ઉપરાંત એક નકલ ખરીદી લેવાનું વચન અમારી અત્રેની પાઠશાળાના મુખ્ય કાર્યવાહક શેઠ શ્રીમાન મંછાલાલજી જગરૂપજી એ આપ્યું.
કેટલાકને આ પુરતકની કિમત કદાચ વધુ જણાશે. પરંતુ પહેલી પિસાની જરૂરીઆતના હિસાબે ઉપરોક્ત છસે નકલે તે ઓછી કિંમત આપી છે. શેષ ચાર નકલ સંપૂર્ણ ન ખપે તે ખર્ચની રકમનું પણ પુરૂં ઉત્પાદન ન થાય, એ હિસાબે પુસ્તકની કિંમત વધુ રાખવી પડી છે.
આ કર્મવાદને વિષય એટલે બધા ગહન છે કે તે લખવા માટે મારી શક્તિ કે લાયકાત પણ નથી. પરંતુ શું ચાર્જિવાની, એ મહાપુરૂષોના કથન અનુસાર મેં લખવાની ઉત્કંઠા કરી છે. વાચક ને મારું આ લખાણ ગ્ય લાગશે કે કેમ ? તે તે વાંચકે સ્વયં વિચારવાનું છે. મારામાં અભ્યાસની કચાશના હિસાબે ક્ષતિઓ પણ બહુ હશે, અને ભાષા દોષ પણ હશે. વાંચકે તે માટે મને ક્ષમા કરે, અન હિત બુદ્ધિએ મને સલાહ સૂચના આપવાની પણ કૃપા કરે. અને આ પુસ્તકમાં મારા ક્ષયોપશમ દેષે કરી, યા પ્રમાદે કરી, સર્વદેવ કથિત આગમ વિરૂદ્ધ કંઈ લખાઈ ગયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિથ્યાદુષ્કૃતં દઈ આ પુસ્તકમાં પ્રેસદેપથી થએલ અશુદ્ધિની નોધ કરી
આપનાર આચાર્યદેવશ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી મહારાજને, તથા આ પુસ્તકનાં